Get The App

Paytmના શેરોમાં મોટો કડાકો, રોકાણકારોના 20,500 કરોડ રૂપિયા થયા સ્વાહા

- સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે Paytmના શેરમાં ઘટાડો નોંધાયો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
Paytmના શેરોમાં મોટો કડાકો, રોકાણકારોના 20,500 કરોડ રૂપિયા થયા સ્વાહા 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2024, સોમવાર

દેશની સૌથી મોટી ફિટનેક કંપનીઓમાંથી એક વન97 કોમ્યુનિકેશન્સ એટલે કે, Paytmના શેરમાં ઘટાડો યથાવત છે. આજે સતત ત્રીજ ટ્રેડિંગ દિવસે કંપનીના શેર 10%નું લોઅર સર્કિટ લાગી છે. જેના કારણે કંપનીના શેર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયા છે. મહત્વની વાત એ છે કે આ ત્રણ ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 42 ટકાથી વધુનો  કડાકો જોવા મળ્યો છે. આ દરમિયાન રોકાણકારોને રૂ. 20,500 કરોડથી વધુનું નુકસાન થયું છે. બીજી તરફ હવે Paytm પર પણ મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. ED દ્વારા તપાસ કરવાની વાત સામે આવી છે. બીજી કરફ Paytm એ મની લોન્ડરિંગના આરોપોને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. 

Paytmના શેરોમાં ઘટાડો યથાવત

સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે Paytmના શેરમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના શેરમાં 10%નું લોઅર સર્કિટ લાગી છે. જેના કારણે કંપનીનો શેર 438.35 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. જોકે શુક્રવારે કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને કંપનીના શેર રૂ.487.05 પર બંધ થયા હતા. ત્રણ ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 42.40%નો ઘટાડો જોવા મળ્યો છે. સતત બે દિવસ Paytmમાં ​​20%ના ઘટાડા બાદ સ્ટોક એક્સચેન્જોએ લોઅર સર્કિટની લિમિટ ઘટાડીને 10% કરી દીધી છે.

 રોકાણકારોના 20,500 કરોડ રૂપિયા થયા સ્વાહા

રોકાણકારોની વાત કરીએ તો ત્રણ ટ્રેડિંગ દિવસોમાં Paytm ક્રાઈસિસના કારણે 20,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શુક્રવારે કંપનીનું વેલ્યૂએશન રૂ. 30,931.59 કરોડ હતું જે આજે ઘટીને રૂ. 27,838.75 કરોડ થઈ ગયુ છે. એનો અર્થ એ કે, સોમવારે કંપનીના વેલ્યુએશનમાં 3092.84 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે ગુરુવાર અને શુક્રવારે કંપનીના વેલ્યુએશનમાં 17378.41 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે કે, ત્રણ દિવસમાં કંપનીના વેલ્યુએશનમાં રૂ. 20,471.25 કરોડનું નુકસાન થયું છે.


Google NewsGoogle News