Get The App

1 માર્ચથી થઈ રહ્યો છે GSTના નિયમોમાં મોટો ફેરફાર, સામાન એક્સપોર્ટ કરનારા વેપારીઓની ચિંતા વધી!

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
1 માર્ચથી થઈ રહ્યો છે GSTના નિયમોમાં મોટો ફેરફાર, સામાન એક્સપોર્ટ કરનારા વેપારીઓની ચિંતા વધી! 1 - image


- ટેક્સ પેમેન્ટમાં પારદર્શિતા લાવવા માટે સરકારે હવે નિયમોમાં ફેરફાર કરીને ઈ-વે બિલ માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત કરી દીધુ

નવી દિલ્હી, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર

e-Way Bills: કેન્દ્ર સરકારે GSTના નિયમો (GST Rules Changing from 1 March 2024)માં મોટો ફેરફાર કર્યો છે. હવે 5 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ (e-Invoice) વિના ઈ-વે બિલ (e way Bill) જનરેટ નહીં કરી શકશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમો પ્રમાણે 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે વેપારીઓને ઈ-વે બિલ હોવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં હવે આ બિલને ઈ-ઈનવોઈસ વિના જનરેટ કરી શકાશે નહીં. આ નિયમ 1 માર્ચ 2024થી લાગુ થઈ જશે.

સરકારે કેમ કર્યો ફેરફાર?

તાજેતરમાં જ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ને પોતાની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘણા એવા ટેક્સપેયર્સ છે જેઓ બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટૂ એક્સપોર્ટ ટ્રાન્જેક્શન માટે ઈ-ઈનવોઈસ વિના જ ઈ-વે બિલ જનરેટ કરી રહ્યા છે જે નિયમોનું ઉલ્લંઘન છે. ઘણી વખત એ પણ જોવા મળ્યું છે કે, આ બિઝનેસના ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ મેચ નથી થતા. આવી સ્થિતિમાં ટેક્સ પેમેન્ટમાં પારદર્શિતા લાવવા માટે સરકારે હવે નિયમોમાં ફેરફાર કરીને ઈ-વે બિલ માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત કરી દીધુ છે.

1 માર્ચથી બદલાઈ રહ્યા છે નિયમ

નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરે GST ટેક્સપેયર્સને આદેશ જારી કરતા કહ્યું છે કે, હવે તેઓ ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકશે. આ નિયમ 1 માર્ચ 2024થી લાગુ થઈ જશે. આ નિયમ માત્ર ઈ-ઈનવોઈસના પાત્ર ટેક્સપેયર્સ માટે જ લાગુ થશે. બીજી તરફ NIC એ સ્પષ્ટ કરી દીધું છે કે ગ્રાહકો અને અન્ય પ્રકારના ટ્રાન્જેક્શન માટે ઈ-વે બિલ જનરેટ કરવા માટે ઈ-ઈનવોઈસની આવશ્યકતા નથી. આવી સ્થિતિમાં આ ઈ-વે બિલ પહેલાની જેમ જ જનરેટ થતા રહેશે. આનો અર્થ એ કે બદલાયેલા નિયમોની ગ્રાહકો પર કોઈ અસર નહીં થશે.


Google NewsGoogle News