પેટીએમની મુશ્કેલી વધી, EDએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર લાગેલા આરોપોની શરૂ કરી તપાસ
- ભારતીય રિઝર્વ બેંકે 29 ફેબ્રુઆરીથી Paytm પેમેન્ટ્સ બેંકની મોટાભાગની સેવાઓ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર
ED Probe Against Paytm Payments Bank: Paytmને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, EDએ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ લાગેલા આરોપો પર તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. EDએ Paytm પેમેન્ટ્સ બેંક સામે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આજે આ સમાચાર આવ્યા બાદ Paytmના શેરમાં મોટો કડાકો નોંધાઈ ચૂક્યો છે.
આજે ફરી Paytmના શેરમાં 10%નો ઘટાડો
Paytm બ્રાન્ડની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન લિમિટેડના શેરમાં ફરી 10%નો ઘટાડો નોંધાયો છે અને તે લોઅર સર્કિટ પર પહોંચી ગયો છે. આ ઘટાડા બાદ આજે Paytm ના શેર ફરી ઓલ ટાઈમ લો લેવલ એટલે કે નીચી સ્તર પર ઘટી ગયા છે. શેર એ આજે 342.15 રૂપિયા પ્રતિ શેરનું નીચું સ્તર બનાવ્યુ છે જે છેલ્લા 52 અઠવાડિયાનું પણ નીચું લેવલ છે.
Paytm ના શેરની કિંમતમાં સીધો 55%નો ઘટાડો
વન97 કોમ્યુનિકેશન્સનો શેર બંને પ્રમુખ શેરબજારો પર પ્રથમ વખત રૂ. 350થી નીચે ઘટ્યા છે અને આ તેના 52 અઠવાડિયાના ઊંચા સ્તરથી 55%થી hC વધુનો ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબરમાં Paytm ના શેરનું લેવલ રૂ. 761.20 રૂપિયા હતું અને આજે Paytmનું નીચું સ્તર રૂ. 342.15 છે એટલે કે Paytm ના શેરની કિંમતમાં સીધો 55%નો ઘટાડો નોંધાયો છે.
Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહીની કોઈપણ સમીક્ષા કરવાનો RBIનો ઈનકાર
પેટીએમના શેર પ્રથમ વખત મંગળવારે 400 રૂપિયાથી નીચેના લેવલ પર જોવા મળ્યા હતા અને આજે તો તે રૂ. 350થી પણ નીચે ગયા છે. હાલમાં Paytm ચારેબાજુથી મુશ્કેલીમાં ઘેરાયેલું છે કારણ કે Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહીની કોઈપણ સમીક્ષા કરવાનો રિઝર્વ બેંકે સોમવારે જ ઈનકાર કરી દીધો હતો. આમ Paytm માટે એ આશા પણ તૂટતી નજર આવી રહી છે કે, RBI પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
RBIએ શું કાર્યવાહી કરી હતી
31 જાન્યુઆરીની સાંજ Paytm માટે ખરાબ સ્વપ્ન બનીને આવી જ્યારે ભારતીય રિઝર્વ બેંકે 29 ફેબ્રુઆરીથી Paytm પેમેન્ટ્સ બેંકની મોટાભાગની સેવાઓ બંધ કરવાનો આદેશ આપી દીધો હતો. આ હેઠળ RBIએ Paytmની યુનિટ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને કોઈ પણ કસ્ટરમ એકાઉન્ટ પ્રીપેડ પ્રોડક્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં 29 ફેબ્રુઆરી 2024 બાદ ડિપોઝિટ અથવા ટોપ-અપ સ્વીકાર ન કરવાનો આદેશ આપ્યો હતો.