આ પ્રકારના ચેકમાં પાછળ સહી કરવી જરૂરી છે, નહીં તો થશે મોટું નુકસાન
Bearer Cheque Details: ડિજિટલ યુગમાં આજે પણ ચેકનું મહત્ત્વ એટલું જ છે. મોટા ટ્રાન્જેક્શન અને કોર્પોરેટ ટ્રાન્જેક્શનમાં આજે પણ લોકો ચેકને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. પરંતુ ચેક મારફત ટ્રાન્જેક્શન કરતી વખતે તે સંબંધિત નિયમોની માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. જેમાં એક નાનકડી ચૂક મોટા નુકસાનમાં તબદીલ થઈ શકે છે.
ચેકમાં ભૂલ કે ખામીના લીધે ચેક બાઉન્સ પણ થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. અમે તમને ચેક સંબંધિત નિયમો વિશે જણાવી રહ્યા છીએ. જેથી ભવિષ્યમાં ચેક આપતી વખતે કોઈ ભૂલ ન થાય.
બેરર ચેકમાં આ ભૂલ કરશો નહીં
ચેક એક શક્તિશાળી નાણાકીય સ્રોત છે. જેના મારફત રૂપિયાની લેવડદેવડ સરળ બને છે. પરંતુ કોઈ પણ ચેક પર હસ્તાક્ષર કરતાં પહેલાં તમે કોને ચેક આપી રહ્યા છો તે જાણવું જરૂરી છે. અને તેનો ઉદ્દેશ પણ જાણવો જરૂરી છે.
આ પણ વાંચોઃ EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ
બેરર ચેકની પાછળ સહી કરો
ચેક આપતી વખતે તમામ પ્રકારના ચેકની પાછળ સહી કરવાની જરૂર નથી. પરંતુ અમુક ચેક એવા છે, જેમાં પાછળ સહી કરવી આવશ્યક છે. બેરર ચેકમાં પાછળ સહી કરવી જરૂરી છે. જો તમારી પાસે ઑર્ડર ચેક છે, તો તમારે તેની પાછળ સહી કરવાની જરૂર નથી. બેરર ચેક એવો ચેક છે, જે કોઈપણ વ્યક્તિ બૅન્કમાં જમા કરાવી નાણાં મેળવી શકે છે. જેમાં કોઈ વ્યક્તિનું નામ હોતું નથી. જેથી તેની પાછળ સહી કરવી જરૂરી છે.
સચોટતા માટે આટલું કરો
જો તમે બેરર ચેક આપી રહ્યા છો, તો જેને પણ આપી રહ્યા હોવ તે ચેકની પાછળ સહી કરવી જરૂરી છે. જો આમ નહીં કરેલું હશે તો ભૂલથી ગુમ થઈ જવાની કે ચોરી થવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં મોટુ નુકસાન થઈ શકે છે. આ પ્રકારના ચેકમાં વ્યક્તિનું નામ ન હોવાથી કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. આથી બૅન્ક ચેકની પાછળ સહી કરવાનું કહે છે. ચેકની પાછળ સહી કરવાથી સલામત ટ્રાન્જેક્શન થાય છે. અને તે તમારી સહમતિ દર્શાવે છે.