અદાણીને લાભ કરાવવા બેન્કોએ રૂ 46,000 કરોડના લેણા જતા કર્યાં, AIBEAના આંકડાથી ધડાકો
Adani News | કોંગ્રેસે બુધવારે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા કથિત રીતે જારી કરવામાં આવેલા આંકડાઓનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો હતો કે જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય રીતે કટોકટીગ્રસ્ત 10 કંપનીઓ પાસેથી લગભગ 62000 કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં. જો કે અદાણી જૂથ દ્વારા આ કંપનીઓને અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને ફક્ત 16000 કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.
The All India Bank Employees Association has revealed, through publicly available data, how public sector banks that had claims of about Rs 62,000 crores from 10 financially stressed companies have been made to settle for just Rs 16,000 crores after the non-biological PM's… pic.twitter.com/OIMtQmPrQS
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 4, 2024
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એસોસિએશન દ્વારા કથિત રીતે શેર કરવામાં આવેલ વિગતોનો એક ફોટો શેર કર્યો હતો જેમાં દેખાડવામાં આવ્યું હતું કે 10 કંપનીઓને 96 ટકાથી લઇને 42 ટકા સુધી 'હેરકટ' આપવામાં આવ્યા કારણ કે આ કંપનીઓ અદાણી જૂથે ખરીદી લીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને જાહેરમાં ઉપલબ્ધ આંકડાઓના માધ્યમથી જણાવ્યું છે કે કઇ રીતે જાહેર ક્ષેત્રની બેંકોને આર્થિક રીતે કટોકટીગ્રસ્ત 10 કંપનીઓના લગભગ 62000 કરોડ રૂપિયાના ક્લેઇમ સેટલ કરવાના હતાં અદાણી જૂથ દ્વારા આ કંપનીઓનું અધિગ્રહણ કરવામાં આવ્યા પછી તેમને 16000 કરોડ રૂપિયામાં જ સમજૂતી કરવી પડી હતી.
જયરામ રમેશે જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રની રંગીન ભાષામાં જણાવવામાં આવે તો આ બેંકો દ્વારા લેવામાં આવેલ 74 ટકા 'હેરકટ' છે. કોંગ્રેસ ઘણા સમયથી અદાણી જૂથની વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાના આરોપો મૂકી રહી છે. અદાણી જૂથે આરોપોને ખોટા ગણાવી ફગાવી દીધા છે. તેણે જણાવ્યું છે કે તે તમામ કાયદાઓનું પાલન કરે છે.