Get The App

૨૪મી-૨૫મી માર્ચે બેન્કોની દેશવ્યાપી હડતાલ: બેન્કના ડિફોલ્ટર્સ સામે ક્રિમિનલ કેસ કરીને બાકી લોનના નાણાં વસૂલો

બેન્ક ડિફોલ્ટર્સ પાસે ફસાયેલા નાણાં પેટે નફામાંથી ૧,૪૧,૨૦૩ કરોડની જોગવાઈ કરીને તેમની પ્રત્યે કૂણુ વલણ દાખવ્યું

નાના ખાતેદારો ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખી શક્યા તેને માટે તેમની પાસે રૃ. ૩૫૦૦૦ કરોડનો દંડ વસૂલ્યો

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
૨૪મી-૨૫મી માર્ચે બેન્કોની દેશવ્યાપી હડતાલ: બેન્કના ડિફોલ્ટર્સ સામે ક્રિમિનલ કેસ કરીને બાકી લોનના નાણાં વસૂલો 1 - image



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર

બેન્કના બચત ખાતા ધરાવતા કર્મચારીઓને સેવિંગ ખાતા પર પડી રહેતી થાપણો પર ખાનગી બેન્કોની માફક છ ટકા વ્યાજ આપવાની અને સિનિયર સિટીઝન્સને તેમની થાપણો પર ફુગાવાના દર કરતાં ઊંચા એટલે કે બેન્કમાં મૂકેલી ડિપોઝિટ પર નવથી દસ ટકા વ્યાજ આપવાની માગણી સાથે સમગ્ર ભારતના ૮ લાખ બેન્ક કર્મચારીઓ આગામી ૨૪મી અને ૨૫મી માર્ચે દેશવ્યાપી હડતાલ પાડશે. બેન્ક ખાતેદારો પાસે નાની નાની વાતના મોટા ચાર્જ લઈને તેમને ખંખેરી રહેલી બેન્કોના વિલફૂલ ડિફોલ્ટર્સ એટલે કે પૈસા હોવા છતાંય બેન્ક ધિરાણના નાણાં પરત ન કરનારા ડિફોલ્ટર્સ સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને તેમની પાસેથી બાકી નાણાંની રિકવરી કરવાની માગણી કરવામાં આવી છે.

આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે જણાવ્યું હતું કે બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ્સ-ફસાયેલી મૂડી સતત વધી રહી છે. ૨૦૨૩-૨૪ના વર્ષમાં રાષ્ટ્રીય કૃત બેન્કોએ કરેલા રૃ. ૨,૬૬,૦૬૫ કરોડના નફામાંથી ૧,૪૧,૮૬૨ કરોડ તો ડિફોલ્ટર્સે ન જમા કરાવેલા નાણાં પેટે જોગવાઈ કરવામાં જ વપરાઈ ગઈ છે. બેન્કના નફાનો ૫૦ ટકાથી વધુ હિસ્સો એનપીએની જોગવાઈ કરવા માટે જ ખર્ચાઈ ગયો છે. આમ બેન્કના ડિફોલ્ટર્સને છાવરવાનું બંધ કરીને તેમની સામે ક્રિમિનલ કેસ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. તેમની યાદી બનાવીને જાહેર કરવી જોઈએ. કારણ કે મોટાભાગના ડિફોલ્ટર્સ કોર્પોરેટ ડિફોલ્ટર્સ છે. ડિફોલ્ટર્સ બનેલી ખાનગી કંપનીઓ સામે હળવાશથી કામ લેવામાં આવી રહ્યું છે તે ઉચિત નથી. તેમની લોન માફ કરવામાં આવી રહી છે. તેની સામે નાના ખાતેદારો પાસેથી જુદી જુદી સર્વિસના ચાર્જને નામે તેમને ખંખેરવામાં આવી રહ્યા છે. મિનિમમ બેલેન્સ ખાતામાં ન રાખવા બદલ તેમની પાસેથી રૃ. ૩૫૦૦૦ કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી છે. બીજીતરફ બેન્કને લૂંટતા મોટા ડિફોલ્ટર્સને છાવરવામાં આવી રહ્યા છે.

નવી ભરતીઓ કરવાની અને બેન્ક દ્વારા લેવામાં આવતા ચાર્જમાં ઘટાડો કરવાની માગણી સાથે આગામી ૨૪મી અને ૨૫મી માર્ચે દેશના ૮ લાખ કર્મચારીઓ દેશવ્યાપી હડતાલ પર ઉતરશે. આઠમી અને નવમી ફેબ્રુઆરીએ અમદાવાદમાં બેન્કના મહિલા કર્માચરીઓનું એક રાષ્ટ્રીય સમેલન યોજાઈ રહ્યું છે. તેમાં તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. મહિલાઓને બેન્કમાં યોગ્ય સુવિધા એટલે કે અલગ જાજરૃ કે વૉશરૃમ પણ મળતા નથી. કામકાજના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને કસ્ટમર્સ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તાવ કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેન્કોની સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવા માટે બે લાખથી વધુ કર્મચારીઓની સત્વરે ભરતી કરવાની માગણી પર ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે કરી હતી. આજે બેન્કમાં એક લાખ કે બે લાખ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરવામાં આવે તો તેને પરિણામે બેન્ક ખાતેદારોને મળતી સેવાઓમાં સુધારો આવી શકે છે.

કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ બેન્ક ફ્રોડ કરી શકે

બેન્ક કાયમી કર્મચારીઓને બદલે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે. કાયમી કર્મચારીઓની તુલનાએ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના માધ્યમથી મોટા ફ્રોડ થવાનો ખતરો છે. તેથી કોન્ટ્રાક્ટથી કર્મચારીઓને નિયુક્ત કરવાને બદલે કાયમી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરે તે જરૃરી છે. યુરોપના દેશોમાં પણ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને મોટા બેન્ક ફ્રોડ કર્યા હોવાના કિસ્સાઓ બન્યા છે.

સેવિંગ ખાતાની થાપણના વ્યાજદર વધારો

સેવિંગ ખાતામાં પડી રહેતી થાપણો પર અત્યારે બેન્કો ત્રણથી સાડા ત્રણ ટકા વ્યાજ આપે છે. આ વ્યાજની ગણતરીમાં પણ ગરબડ થતી હોવાનું જોવા મળે છે. ખાનગી બેન્કો સેવિંગ બેન્કની થાપણો પર છથી સાત ટકા વ્યાજ આપતી થઈ છે. રાષ્ટ્રીય કૃત બેન્કોએ પણ સેવિંગ ખાતામાં પડી રહેતી થાપણો પર છ ટકા વ્યાજ આપવું જોઈએ. સિનિયર સિટીઝન્સને આપવામાં આવતા વ્યાજના દર ઇન્ફ્લેશનના રેટથી ઊંચા રાખવા જોઈએ. સી.એચ. વેન્કટચલમે કહ્યું હતું કે સિનિયર સિટીઝનને થાપણો પર ૯થી ૧૦ ટકા વ્યાજ આપવું જોઈએ. તેમને આવકવેરામાંથી પણ માફી આપવી જોઈએ.

ડિફોલ્ટર્સને કારણે બેન્કોનો નફો ધોવાયો-ખોટ ગઈ

વર્ષ બેન્કોના ફસાયેલી મૂડી સામે ચોખ્ખો નફો નફો ઘટયો/ખોટ થઈ કુલ નફો કરેલી જોગવાઈ

૨૦૧૪-૧૫ ૧,૩૭,૭૬૦ ૧,૦૦,૯૦૧ ૩૭,૫૪૦ ૧,૦૦,૯૦૧ ઘટયો૨૦૧૫-૧૬ ૧,૩૬,૨૭૫ ૧,૫૩,૯૬૭ ૦૦,૦૦૦ ૧૮૪૧૭ની ખોટ થઈ

૨૦૧૬-૧૭ ૧,૫૮,૯૮૨ ૧,૭૦,૩૭૦ ૦૦,૦૦૦ ૧૧,૩૮૮ ખોટ ગઈ    

૨૦૧૭-૧૮ ૧,૫૫,૫૮૫ ૨,૭૦,૯૫૩ ૦૦.૦૦૦ ૮૫,૩૭૦ ખોટ ગઈ

૨૦૧૮-૧૯ ૧,૪૯,૮૦૪ ૨,૧૬,૪૧૦ ૦૦.૦૦૦ ૬૬,૬૦૬ ખોટ ગઈ

૨૦૧૯-૨૦ ૧,૭૩,૫૯૪ ૧,૯૯,૬૧૨ ૦૦.૦૦૦ ૨૬,૦૧૮ ખોટ ગઈ

૨૦૨૦-૨૧ ૧,૯૪,૮૬૩ ૧,૬૩,૦૪૩ ૩૧,૮૨૦ ૧,૬૩,૦૪૩ નફો ઘટયો

૨૦૨૧-૨૨ ૨,૦૧,૧૭૨ ૧,૩૪,૬૩૨ ૬૬,૫૪૦ ૧,૩૪,૬૩૨ નફો ઘટયો

૨૦૨૨-૨૩ ૨,૩૯,૬૬૭ ૧,૩૫,૦૨૮ ૧,૦૪,૬૪૯ ૧,૩૫,૦૨૮ નફો ઘટયો

૨૦૨૩-૨૪ ૨,૬૬,૦૬૫ ૧,૨૪,૮૬૨ ૧,૪૧,૨૦૩ ૧,૨૪,૮૬૨ નફો ઘટયો

(ઉપર આપેલા તમામ આંકડાઓ કરોડ રૃપિયામાં આપ્યા છે)



Google NewsGoogle News