Get The App

31 માર્ચ રવિવારે ખુલ્લી રહેશે તમામ બેંક, જાણો શા માટે રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય

Updated: Mar 20th, 2024


Google News
Google News
31 માર્ચ રવિવારે ખુલ્લી રહેશે તમામ બેંક, જાણો શા માટે રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય 1 - image

Bank will Open on Sunday : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક મોટો નિર્ણય લીધો છે. રવિવારે (31 માર્ચ) પણ બેંક ખુલી રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્વિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચ, 2024ના રોજ રવિવાર હોવા છતા તમામ બેંકો ખુલી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે.

ટ્રાન્જેક્શન આ નાણાકીય વર્ષમાં દાખલ થવા જોઈએ

આરબીઆઈએ કહ્યું કે, '31 માર્ચે નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે. એટલા માટે તમામ બેંક ખુલ્લી રહેશે. તમામ બેંકોને મોકલાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, નાણાકીય વર્ષ એક પૂર્ણ થવા સુધીના ટ્રાન્જેક્શન તે વર્ષે દાખલ થવા જોઈએ, એટલા માટે તમામ બેંકોને કામ કરવા માટે કહેવાયું છે. તમામ બેંક 31 માર્ચ, રવિવારે પોતાના નિયમિત સમયથી ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંક ખુલ્લી રહેશે. જોકે, સ્ટોક માર્કેટ બંધ રહેશે.'

ઈન્કમ ટેક્સની તમામ ઓફિસ ખુલ્લી રહેશે

આ પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઈડેને લઈને આ મહિને પડનારા લોન્ગ વીકેન્ડને કેન્સલ કરી દેવાયો હતો. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30 માર્ચે શનિવાર અને 31 માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે 3 દિવસની લાંબી રજા પડી રહી હતી. તેનાથી નાણાકીય વર્ષના અંતમાં વિભાગના અનેક કામ અટકતા હતાા. 31 માર્ચે નાણાકીય વર્ષ 2023-24 પૂર્ણ થવાનું છે. તેના કારણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, 'દેશભરની ઈન્કમ ટેક્સ ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.'

Tags :
rbibank

Google News
Google News