જૂનમાં 12 દિવસો બંધ રહેશે બેન્કો, રજાઓનું લિસ્ટ ચેક કરો નહીંતર અટકી પડશે મહત્ત્વના કામકાજ
Bank Holiday June 2024: દેશભરની સરકારી બેન્કો જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે. બેન્કની જૂન મહિનાની રજાની યાદી જાહેર થઈ ગઈ છે. જેથી જો તમે આ મહિનામાં બેન્કના કામકાજનું આયોજન કરી રહ્યા હોવ તો તે પહેલાં રજાઓ ચેક કરવી હિતાવહ રહેશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ જૂન બેન્ક હોલિડે લિસ્ટ મુજબ, સરકારી બેન્કો જૂનમાં કુલ 12 દિવસ માટે બંધ રહેશે. અમે તમને આ સમાચારમાં જણાવવા જઈ રહ્યા છીએ કે કયા દિવસે અને કયા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.
ચાલો જૂન 2024માં બેન્ક રજાઓની યાદી પર એક નજર કરીએ:
1 જૂન, 2024- આ દિવસે ચૂંટણી સ્થળોએ બેન્કો બંધ રહેશે.
2 જૂન, 2024- રવિવારના કારણે દેશભરની બેન્કો માટે સાપ્તાહિક રજા રહેશે.
8 જૂન 2024- મહિનાના બીજા શનિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
9 જૂન 2024- રવિવારના કારણે બેન્કો બંધ રહેશે
16 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
22 જૂન 2024- મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
23 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
30 જૂન 2024- રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
આ કારણોસર જૂનમાં પણ બેન્કો બંધ રહેશે
સોમવાર, 10 જૂન - શ્રી ગુરુ અર્જુન દેવ જીના શહીદ દિવસ નિમિત્તે પંજાબમાં બેન્કો બંધ રહેશે.
શુક્રવાર, 14 જૂન - ઓરિસ્સામાં આ દિવસે પહિલી રાજાને કારણે બેન્કો બંધ રહેશે.
શનિવાર, 15 જૂન - ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં YMA દિવસ અને ઓરિસ્સામાં રાજા સંક્રાંતિના કારણે બેન્કો બંધ રહેશે.
સોમવાર, 17 જૂન – બકરી ઈદના અવસર પર કેટલાક રાજ્યો સિવાય સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.
શુક્રવાર, 21 જૂન - વટ સાવિત્રી વ્રતને કારણે ઘણા રાજ્યોમાં બેન્કો બંધ રહેશે.