બેન્ક એફડી દ્વારા વર્ષે 40000થી વધુ કમાણી કરો છો, તો તુરંત આ કામ કરો નહીં તો ખાતામાંથી રૂપિયા કપાઈ જશે
Bank Rules: શું તમે બેન્કમાં જઈ આ જરૂરી ફોર્મ ભરાવ્યું છે. જો નહીં, તો તુરંત બેન્કમાં જઈ ફોર્મ જમા કરાવો, નહીંતર તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે. જો તમે કોઈપણ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી હોય તો તુરંત બ્રાન્ચની મુલાકાત લઈ આ ફોર્મ જમા કરી દો. જેથી એફડીના વ્યાજ પર ટેક્સ લાગૂ થશે નહીં.
બેન્કમાં એફડી ધરાવતા હોવ તો તમારે ફોર્મ 15G અને ફોર્મ 15H જમા કરાવવુ અનિવાર્ય છે. જો આ ફોર્મની વિગતો ભરી જમા નહીં કરાવો તો તમારી એફડી પર ટીડીએસ કપાઈ જશે.
એફડી એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ જશે
ફિક્સ્ડ ડિપોઝિટના ગ્રાહકોએ દર નાણાકીય વર્ષની શરૂઆતમાં ફોર્મ 15G અને ફોર્મ 15H જમા કરાવવુ પડશે. આ ફોર્મ વ્યાજ પર ટીડીએસ કપાતમાંથી મુક્તિ અપાવે છે. 60 વર્ષથી ઓછી વયજૂથ ધરાવતા એફડી ધારકોને ફોર્મ 15G અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે. જ્યારે 60થી વધુ વયજૂથ ફોર્મ 15Hની મદદથી ટીડીએસમાં છૂટનો દાવો કરી શકો છો.
ફોર્મ 15G શું છે?
60 વર્ષ કે તેથી ઓછી વય ધરાવતો વ્યક્તિ કે HUF બેન્ક એફડીમાં રોકાણ ધરાવતો હોય, તો તેણે ફોર્મ 15Gની વિગતો ભરી જમા કરાવવાનું રહેશે. આ ફોર્મ ભરવાથી વ્યાજ પર ટેક્સ અર્થાત ટીડીએસ કપાશે નહીં. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 197 એ હેઠળ આ ફોર્મ 15G મળે છે.
ફોર્મ 15G/H શા માટે અનિવાર્ય છે?
ફોર્મ 15G/H જમા કરાવવા માટે કોઈ નિયમ નથી. પરંતુ જો તમે નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજમાંથી રૂ. 40000થી વધુની કમાણી કરો છો, તો તમારે આ કામ તુરંત કરવુ પડશે. નહીં તો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ટીડીએસ પેટે ઓટોમેટિક કપાઈ જશે.