શેરબજારમાં રચાયો નવો ઈતિહાસ, બેંક નિફ્ટી ઈન્ડેક્સનો રેકોર્ડ, શું છે તેની પાછળના કારણો

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
શેરબજારમાં રચાયો નવો ઈતિહાસ, બેંક નિફ્ટી ઈન્ડેક્સનો રેકોર્ડ, શું છે તેની પાછળના કારણો 1 - image


Bank Nifty All Time High: સ્થાનિક શેરબજારમાં શાનદાર તેજીના તોફાનમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ઐતિહાસિક સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ નવો રેકોર્ડ નોંધાયો હતો અને આ રેકોર્ડ બેન્ક નિફ્ટી ઈન્ડેક્સે બનાવ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ તેની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

બેંક નિફ્ટી ઇન્ડેક્સ આ સ્તરે પહોંચ્યું 

બેંક નિફ્ટી ઇન્ડેક્સ 0.7 ટકાથી ઉછળીને 47,170.25 અંક સુધી પહોંચ્યો હતો. જે નિફ્ટીનું નવું લાઈફટાઇમ હાઈ લેવલ છે. આ સપ્તાહમાં બેંક નિફ્ટીમાં 5 ટકાથી વધુ તેજી આવી ચુકી છે. આ જુલાઈ 2022 પછી બેન્કિંગ ઇન્ડેક્સનો સૌથી મોટો સાપ્તાહિક ફાયદો છે. આ વર્ષે બેન્કિંગ ઇન્ડેક્સમાં 9 ટકાનો વધારો જોવા મળે છે. જો કે, વાર્ષિક ધોરણે, બેન્કિંગ ઇન્ડેક્સ બેન્ચમાર્ક નિફ્ટી 50 કરતાં નીચો છે, જેણે આ વર્ષે અત્યાર સુધીમાં 9 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. 

બેન્કિંગ શેર જોવા મળ્યો ઉછાળો

બેન્કિંગ ઇન્ડેક્સને શેર બજારમાં તેજીના કારણે ફાયદો થઇ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ રિઝર્વ બેંકે તેની પાંચમી બેઠકમાં પણ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. RBIની આ જાહેરાત બાદ બેન્કિંગ શેરમાં તેજી જોવા મળી રહી છે. જેમાં આ સપ્તાહે 10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. બેંક ઓફ બરોડાએ સપ્તાહ દરમિયાન સૌથી વધુ 10 ટકાનો વધારો, એક્સિસ બેન્કના શેરમાં 9 ટકાનો વધારો, એચડીએફસી બેંકના શેરમાં 6 ટકાનો વધારો થયો છે, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરમાં સપ્તાહ દરમિયાન 5 ટકાનો ઉછાળો આવ્યો છે.

નિફ્ટીમાં તેજી આવવાનું એક કારણ આ પણ 

પાંચ રાજ્યોના ચુંટણીના પરિણામોના કારણે સ્થાનિક શેર બજારમાં તેજીનો માહોલ છે. જેમાં પાંચમાંથી 3 રાજ્યોમાં ભાજપને બહુમતી મળી છે. આનાથી રોકાણકારો ઉત્સાહિત છે. અગાઉ 5 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે તે દિવસે પણ બેન્ક નિફ્ટી નવી ઊંચી પર પહોંચી હતી, જે આજે રિઝર્વ બેન્કની જાહેરાત બાદ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ક્રોસ કરી ગયો હતો.

સ્થાનિક બજારમાં તેજી - 21 હજાર પોઈન્ટની સપાટી વટાવી

સ્થાનિક બજારની વાત કરીએ તો સપ્તાહના અંતિમ દિવસે પણ બજાર ગ્રીન ઝોનમાં છે. બપોરે 12.20 વાગ્યે, BSE સેન્સેક્સ 220 પોઈન્ટ અથવા લગભગ 0.32 ટકાના વધારા સાથે 69,740 પોઈન્ટની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 50 પોઈન્ટથી વધુના વધારા સાથે 21 હજાર પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન નિફ્ટીએ પણ 21 હજાર પોઈન્ટની સપાટી વટાવી દીધી છે.

શેરબજારમાં રચાયો નવો ઈતિહાસ, બેંક નિફ્ટી ઈન્ડેક્સનો રેકોર્ડ, શું છે તેની પાછળના કારણો 2 - image


Google NewsGoogle News