Get The App

બેન્કો દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા, હવે ચૂકવવું પડશે આટલું ભાડું

Updated: Nov 5th, 2024


Google News
Google News
Bank Locker Rent


Bank Locker Rent Charge: બેન્ક લોકર સાથે જોડાયેલી સેવાઓમાં ભાડુંં, સુરક્ષા અને નોમિની સંબંધિત અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને પીએનબી જેવી દેશની ટોચની બેન્કોમાં લાગુ થવા જઈ રહ્યો છે. જેના લીધે બેન્ક લોકરના ચાર્જમાં ફેરફાર થયો છે. આવો જાણીએ હવે કેટલા રૂપિયા વધુ ભાડુંં ચૂકવવું પડશે.

બેન્કો દ્વારા જુદી-જુદી કેટેગરીના ગ્રાહક જેમ કે, પર્સનલ ગ્રાહક, પાર્ટનરશિપ ફર્મ, લિમિટેડ કંપનીઓ, ક્લબ વગેરેમાં બેન્ક લોકરની સુવિધા આપવામાં આવે છે. બેન્કો સગીરોને લોકર સેવા આપતી નથી. બેન્ક પોતાના ગ્રાહક પાસેથી લોકર સેવાના બદલામાં વાર્ષિક ધોરણે ચાર્જ વસૂલે છે. અને સુરક્ષાની ગેરેંટી આપે છે. ગ્રાહક પોતાનો કિંમતી સામાન નજીવી ફી ચૂકવી બેન્ક લોકરમાં સુરક્ષિત મુકે છે. 

સ્થળ અનુસાર જુદો-જુદો ચાર્જ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના લોકરનું ભાડુંં બેન્કની બ્રાન્ચ, સ્થળ અને લોકરની સાઈઝના આધારે નિર્ધારિત થાય છે. જેના માટે નવા નિયમો હેઠળ નવો રેટ જાહેર કરવામાં આવ્યો છે. 

એસબીઆઈ લોકરનું ભાડુંં

નાનું લોકર: રૂ. 2,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 1,500 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

મધ્યમ લોકર: રૂ 4,000 (મેટ્રો/શહેરી) અને રૂ. 3,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

મોટું લોકર: રૂ. 8,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 6,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

અત્યંત મોટું લોકર: રૂ. 12,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 9,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

આ પણ વાંચોઃ ન્યાયતંત્રમાં સ્વતંત્રતાનો અર્થ એ નથી કે હંમેશા સરકાર વિરોધી જ ચુકાદા હોય: CJI ચંદ્રચૂડ

ICICI બેન્ક લોકરનું ભાડુંં

ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,200 થી રૂ. 10,000

અર્ધ-શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 15,000

શહેરી વિસ્તાર: રૂ. 3,000 થી રૂ. 16,000

મેટ્રો: રૂ. 3,500 થી રૂ. 20,000

મેટ્રો+ સ્થાન: રૂ. 4,000 થી રૂ. 22,000

એચડીએફસી બેન્ક લોકર ચાર્જ

મેટ્રો બ્રાન્ચ: રૂ. 1,350 થી રૂ. 20,000

શહેરી વિસ્તાર: રૂ. 1,100 થી રૂ. 15,000

અર્ધ-શહેરી વિસ્તાર: રૂ. 1,100 થી રૂ. 11,000

ગ્રામીણ વિસ્તાર: રૂ. 550 થી રૂ. 9,000

પીએનબી લોકર ભાડુંં

ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,250 થી રૂ. 10,000

શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 10,000

ઉલ્લેખનીય છે, બેન્ક ગ્રાહકોને લોકરની 12 ફ્રી વિઝિટની સુવિધા પૂરી પાડે છે, ત્યારબાદ દરેક વધારાની મુલાકાત માટે 100 રૂપિયાની ફી વસૂલે છે.

બેન્કો દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા, હવે ચૂકવવું પડશે આટલું ભાડું 2 - image

Tags :
Bank-Locker-RentSBI

Google News
Google News