જુલાઈ મહિનામાં બેન્ક 12 દિવસ બંધ રહેશે, જાણો ક્યારે અને ક્યાં પડે છે રજાઓ
Bank Holidays 2024: આગામી મહિને બેન્કો 13 દિવસ બંધ રહેવાની છે. જેમાંથી શનિ-રવિની રજાના કારણે જ છ દિવસ બેન્કોના કામકાજ બંધ રહેશે. જો તમે જુલાઈમાં બેન્કોના કામકાજ કરવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ રજાઓનુ લિસ્ટ વાંચી લેજો. જેથી તમારો સમય અને અયોજન ખોરવાશે નહીં.
જુલાઈમાં ગુરુ હરગોવિંદજી જયંતિ અને મોહરમ સહિતના તહેવારોના લીધે 7 દિવસ બેન્કો બંધ રહેશે. જો કે, તમે ATM, રોકડ જમા, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા કામ કરી શકો છો.
ગુજરાતમાં સત્તાવાર એક દિવસ અને કુલ સાત રજાઓ
દેશભરમાં વિવિધ રાજ્યોમાં તહેવારોના આધારે બેન્કો બંધ રહેશે. ગુજરાતમાં મહોરમના તહેવારના પગલે 17 જુલાઈએ બેન્કો બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર અને ચાર રવિવારની રજા રહેશે.
આ રાજ્યોમાં આ દિવસે બેન્કો બંધ
3 જુલાઈ (બુધવાર) બેહાદિનખાલમ (મેઘાલય)
6 જુલાઈ (શનિવાર) MHIP દિવસ (મિઝોરમ)
8 જુલાઈ (સોમવાર) કાંગ (રથજાત્રા) (મણિપુર)
9 જુલાઈ (મંગળવાર) દ્રુકપા ત્શે-ઝી (સિક્કિમ)
16 જુલાઈ (મંગળવાર) હરેલા (ઉત્તરાખંડ)
17 જુલાઈ (બુધવાર) મુહર્રમ/આશુરા/યુ તિરોટ સિંગ ડે (પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ગુજરાત સહિત રાજ્યોમાં) બેંકો બંધ રહેશે.