Get The App

પોતાના નહીં, ઘરના વડીલના નામે કરાવો FD, વ્યાજ પર મળશે બમણી કમાણી કરવાની તક

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
Investment Tips


Investment Tips: કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટ 2025-26માં મધ્યમવર્ગ અને વરિષ્ઠ નાગરિકો માટે અનેક રાહતો આપતી જાહેરાત કરી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા વધારવામાં આવતાં આગામી નાણાંકીય વર્ષથી તેમની વ્યાજ મારફત થતી કમાણી બમણી થશે. જો તમારા ઘરમાં વરિષ્ઠ રહેતા હોય અને તમે એફડીમાં રોકાણ કરવાની યોજના ધરાવતા હોવ તો તમને ડબલ પ્રોફિટ કમાવવાની તક મળી શકે છે.

એફડી અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં થશે લાભ

બજેટમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ મારફત થતી કમાણીમાં ટીડીએસ મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. એક લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી બૅન્ક એફડી અને વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનાઓમાં મળતાં વ્યાજની કમાણી વધશે.

આ રીતે બમણું રિટર્ન મેળવવાની તક

બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય કરતાં વધુ વ્યાજ ઓફર કરતી હોય છે. તેમજ વરિષ્ઠો માટેની નાની બચત યોજનાઓમાં પણ વ્યાજનો દર ઊંચો હોય છે. સરકારની નવા નાણાકીય વર્ષથી ટીડીએસ કપાત મર્યાદા વધારવાની જાહેરાતથી હવે તેઓને વ્યાજ મારફત થતી રૂ. એક લાખ સુધીની કમાણી ઘરે લઈ જવાની તક મળશે.

આ પણ વાંચોઃ શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

ઘરના વડીલના નામે રોકાણ કરવામાં ફાયદો

વરિષ્ઠો માટે મળતી અનેક સુવિધાઓના પગલે તમે તમારા ઘરના વડીલના નામે એફડી કે, નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. તેમના માટે ટીડીએસ કપાત મર્યાદા બમણી કરવામાં આવતાં વ્યાજની કમાણી પણ બમણી થશે. જ્યારે સામાન્ય નાગરિક માટે વ્યાજ પર ટીડીએસ કપાત મર્યાદા રૂ. 40000 છે. જો તમે વડીલના નામે બૅન્ક એફડીમાં રોકાણ કરો તો વ્યાજનો દર પણ વધુ તેમજ ટીડીએસ ચૂકવવાની માથાકૂટમાંથી મુક્તિ મળી શકે છે.

આ રીતે સમજો...

ધારો કે તમે ત્રણ વર્ષની બૅન્ક એફડીમાં રૂ. ત્રણ લાખનું રોકાણ કરો છો, જેના પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ મળે છે. તો વ્યાજની વાર્ષિક કમાણી રૂ. 69,432 થશે. પરંતુ સામાન્ય લોકો માટે ટીડીએસ કપાત મર્યાદા રૂ. 40,000 છે. જેથી તમારે રૂ. 29432 પર ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા રૂ. એક લાખ છે. તેમજ વરિષ્ઠ નાગરિકોને સામાન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધુ મળે છે. જેથી તેમાં કોઈપણ ટીડીએસ ચૂકવ્યા વિના તમને બૅન્ક એફડી પર રૂ. 74915 સુધીની કમાણી થઈ શકે છે. 

પોતાના નહીં, ઘરના વડીલના નામે કરાવો FD, વ્યાજ પર મળશે બમણી કમાણી કરવાની તક 2 - image


Google NewsGoogle News