Get The App

RTGS-NEFTથી પેમેન્ટ કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર, 1 એપ્રિલથી મળશે આ લાભ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
RTGS-NEFTથી પેમેન્ટ કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર, 1 એપ્રિલથી મળશે આ લાભ 1 - image


Bank RTGS NEFT Service Upgrade: ખાતેદારોને નવા વર્ષમાં 1 એપ્રિલથી ફંડ ટ્રાન્સફરમાં એક નવી સુવિધા મળવા જઈ રહી છે. ઓનલાઇન ફંડ ટ્રાન્સફર સિસ્ટમ, RTGS, NEFTનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ભૂલથી બચાવવા તેમજ છેતરપિંડી અટકાવવા માટે ટ્રાન્જેક્શન શરુ કરતાં પહેલાં બૅન્ક ખાતાનું નામ વેરિફાઇ કરવાની સુવિધા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરબીઆઇએ નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને આ સુવિધા ડેવલપ કરવા કહ્યું છે. આરબીઆઇએ 30 ડિસેમ્બરે આ અંગે સર્ક્યુલર જારી કહી જણાવ્યું હતું કે, તમામ બૅન્કોએ રિઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમમાં ટ્રાન્જેક્શન કરતાં પહેલાં સામા પક્ષના ખાતાનું નામ વેરિફાઇ કરવાની સુવિધા આપવી પડશે. હાલ યુપીઆઇ અને IMPS સિસ્ટમ ફંડ મોકલનારી વ્યક્તિને નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં લાભાર્થીનું નામ વેરિફાઇ કરવા સક્ષમ છે.

આ પણ વાંચોઃ UPI યુઝર્સ માટે મહત્વના સમાચાર, પહેલી જાન્યુઆરીથી નિયમોમાં થશે ફેરબદલ 

તમામ બૅન્કોને આપી સલાહ

આરબીઆઇએ નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને આ સુવિધા વિકસિત કરવા તેમજ તમામ બૅન્કોને તેમાં સામેલ કરવા સલાહ આપી છે. RTGS અને NEFT સિસ્ટમમાં પાર્ટનર બૅન્ક પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ મારફત આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ઓનલાઇન ફ્રોડમાં ઘટાડો થશે

RTGS, NEFT સિસ્ટમનો ઉપયોગ કરનારા મની રેમિટર ટ્રાન્સફર શરુ કરતાં પહેલાં સામા પક્ષના બૅન્ક ખાતાનું નામ વેરિફાઇ કરી શકશે. જેથી ઓનલાઇન ફ્રોડમાં ઘટાડો થશે. જેમાં લાભાર્થીનો ખાતા નંબર, આઇએફએસસીના આધારે ખાતેદારનું નામ જાણી શકાશે. 

RTGS-NEFTથી પેમેન્ટ કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર, 1 એપ્રિલથી મળશે આ લાભ 2 - image


Google NewsGoogle News