Get The App

ભારતે સિંગાપુર-હોંગકોંગ પાસે મસાલા વિવાદ પર માહિતી માંગી, એમ્બેસીને રિપોર્ટ મોકલવાના આદેશ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
ભારતે સિંગાપુર-હોંગકોંગ પાસે મસાલા વિવાદ પર માહિતી માંગી, એમ્બેસીને રિપોર્ટ મોકલવાના આદેશ 1 - image


MDH and Everest Masala Row : દુનિયામાં મસાલાના સૌથી મોટા ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર ભારતે સિંગાપુર અને હોંગકોંગના ખાદ્ય સુરક્ષા રેગ્યુલેટર્સે બે ભારતીય કંપનીઓના મસાલા ઉત્પાદનોથી જોડાયેલા વિવાદ પર સંબંધિત માહિતી માંગી છે. કેન્દ્ર સરકારે બંને દેશોમાં હાજર એમ્બેસીને આ મામલ રિપોર્ટ મોકલવા માટે કહ્યું છે.

સિંગાપુર અને હોંગકોંગમાં હાલમાં જ ગુણવત્તા સંબંધિત ચિંતાઓના કારણે એમડીએચ અને એવરેસ્ટ કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદન પર પ્રતિબંદ લગાવી દીધો છે. વાણિજ્ય મંત્રાલયે આ બંને દેશોમાં હાજર ભારતીય એમ્બેસીને આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ મોકલવા માટે નિર્દેશ આપ્યા છે.

વાણિજ્ય મંત્રાલયે પ્રતિબંધના દાયરામાં આવનારી બંને કંપની એમડીએચ અને એવરેસ્ટ પાસે પણ માહિતી માંગી છે. તેમના ઉત્પાદનોમાં કથિત રીતે માન્ય મર્યાદાથી વધુ કીટનાશક 'એથિલીન ઑક્સાઈડ' હોવાના કારણે પ્રતિબંધ લગાવી દીધો છે. 

વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, 'કંપનીઓ પાસે માહિતી માંગવામાં આવી છે. ભારતીય મસાલા ઉત્પાદનોને નકારવાના મૂળ કારણનું નિદાન કરવામાં આવે અને સંબંધિત નિકાસકારોની સાથે મળીને તેનું સમાધાન કરવામાં આવે.

સિંગાપુરના ખાદ્ય સુરક્ષા નિકાસ અને હોંગકોંગના ખાદ્ય અને પર્યાવરણ સ્વચ્છતા વિભાગ પાસે પણ માહિતી માંગવામાં આવી છે. નિકાસકાર મસાલા ઉત્પાદનોમાં એથિલીન ઓક્સાઈડ પરીક્ષણના મુદ્દા પર ચર્ચા માટે એક ઉદ્યોગ પરામર્શનો કાર્યક્રમ પણ નક્કી કરાયો છે.'

આ વચ્ચે, ભારતીય મસાલા બોર્ડ એમડીએચ અને એવરેસ્ટના ચાર મસાલા-મિશ્રણ ઉત્પાદનોના વેચાણ પર લગાવેલા પ્રતિબંધ પર વિચાર કરી રહ્યા છે. હોંગકોંગના ખાદ્ય સુરક્ષા નિયામકે ગ્રાહકોને આ ઉત્પાદનોને ન ખરીદવા અને વેપારીઓને ન વેચવા કહ્યું છે. જ્યારે સિંગાપુર ખાદ્ય એજન્સીએ ઉત્પાદનોને પરત લેવાના આદેશ આપ્યા છે.


Google NewsGoogle News