Get The App

બાબા રામદેવ અને બાલકૃષ્ણની મુશ્કેલી વધી, 3 જૂને હાજર થવા વધુ એક કોર્ટે નોટિસ ફટકારી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
બાબા રામદેવ અને બાલકૃષ્ણની મુશ્કેલી વધી, 3 જૂને હાજર થવા વધુ એક કોર્ટે નોટિસ ફટકારી 1 - image


Baba Ramdev and Patanjali: યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વધુ એક કોર્ટે બંનેને 3 જૂને હાજર થવા માટે નોટિસ ફટકારી છે. આ કેસ અંગ્રેજી અને મલયાલમ અખબારોમાં ભ્રામક જાહેરાતોથી સંબંધિત છે. આ કેસમાં કોઝિકોડમાં ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટની કોર્ટે તેમને 3 જૂને હાજર થવા માટે કહ્યું છે.

શું છે મામલો? 

ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં તહેનાત ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે ડ્રગ્સ અને જાદુઈ સારવાર(વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 10, કલમ 3(બી) અને 3(ડી) તથા 7(એ) હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ હરિદ્વારની એક કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ સમન્સ જારી કર્યા હતા.

કઈ દવા અંગે દાવો કરાયો હતો? 

પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમએ કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો.  પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. એક્ટની કલમ 3 અમુક રોગો અને વિકારની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષી સાબિત થાય તો છ મહિના સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

બાબા રામદેવ અને બાલકૃષ્ણની મુશ્કેલી વધી, 3 જૂને હાજર થવા વધુ એક કોર્ટે નોટિસ ફટકારી 2 - image


Google NewsGoogle News