Get The App

RBIનો મોટો નિર્ણય : રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે શેર માર્કેટ ટ્રેડિંગનો સમય બદલાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી નોટિફિકેશન બહાર પાડ્યું

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
RBIનો મોટો નિર્ણય : રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે શેર માર્કેટ ટ્રેડિંગનો સમય બદલાયો 1 - image


Share Market Trading Time on January 22 : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરાયું હોવાથી શેર માર્કેટનો ટ્રેડિંગ સમય પણ બદલવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શેર માર્કેટ સોમવારે અડધો દિવસ બંધ રાખવાની આજે જાહેરાત કરી છે. અગાઉ કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે અડધો દિવસ રજા જાહેર કરી હતી, તેથી આરબીઆઈએ પણ માર્કેટ સમયમાં ફેરફાર કર્યો હોવાની સંભાવના છે.

સોમવારે અઢી કલાક ચાલશે ટ્રેડિંગ

આરબીઆઈએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે, શેર માર્કેટ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 કલાકે ખુલશે અને 5.00 વાગ્યે બંધ થશે. એટલે કે દિવસભરમાં કુલ અઢી કલાક ટ્રેડિંગ થશે. ઉલ્લેખનિય છે કે, દેશભરમાં પબ્લિક સેક્ટર બેંક, ઈન્સ્યોરન્સ કંપનીઓ, નાણાંકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંક (RRBs) અડધો દિવસ ખુલશે. આ નિર્ણય કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT)ના નિર્દેશ બાદ લેવાયો છે.

RBIનો મોટો નિર્ણય : રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસે શેર માર્કેટ ટ્રેડિંગનો સમય બદલાયો 2 - image

સરકારી ઓફિસોમાં અડધો દિવસ રજા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે જાહેરાત કરી હતી કે, 22 જાન્યુઆરીએ તમામ સરકારી ઓફિસો અડધો દિવસ બંધ રહેશે. સરકારે અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કારણે અડધો દિવસ રજા જાહેર કરી છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત દેશભરના જાણીતા મહાનુભાવો સામેલ થશે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે 12.20 કલાકથી લગભગ 1.00 વાગ્યા સુધી ચાલશે.

ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેરબજાર ચાલુ રહેશે, જાણો કેમ લેવાયો નિર્ણય, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Google NewsGoogle News