ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો, તો તાત્કાલિક રિટર્ન ભરો, નહીં તો ચૂકવવી પડશે મસમોટી પેનલ્ટી
Belated ITR Deadline: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં કરદાતાઓ કે જેઓ 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા છે. અને રિટર્ન ફાઈલ કરવાના બાકી છે. તેઓ માટે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. જો 31 ડિસેમ્બર સુધી પણ વિલંબિત ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો બાદમાં રૂ. 10000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. હાલ રૂ. 5000ની લેટ ફી સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરી શકાશે.
શું છે વિલંબિત આઈટીઆર ફાઈલિંગ?
જે લોકોએ 31 જુલાઈ સુધીમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યુ હોય તો તેઓ 31 ડિસેમ્બર સુધી ચોક્કસ પેનલ્ટી સાથે વિલંબિત આઈટીઆર ફાઈલ કરી શકે છે. જેમાં રૂ. 5 લાખથી ઓછી આવક પર રૂ. 1000 અને તેનાથી વધુ આવક પર રૂ. 5000 સુધીની પેનલ્ટી લાગુ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે અસેસમેન્ટ યરની ડેડલાઈન 31 જુલાઈ હતી. ઈનકમ ટેક્સ એક્ટની કલમ 234 એફ અંતર્ગત વિલંબિત આઈટીઆર ફાઈલ કરી શકાય છે.
જો ડિસેમ્બર સુધીમાં ITR ન ભર્યું તો...
ઈનકમ ટેક્સ એક્ટની કલમ 234 એફ અંતર્ગત જે કરદાતાઓ વિલંબિત આઈટીઆર ફાઈલ કરવાનું ભૂલી ગયાં તો તેઓ અસેસમેન્ટ યર પૂર્ણ થાય તે પહેલાં રૂ. 10000ની પેનલ્ટી સાથે આઈટીઆર ફાઈલ કરી છે. અસેસમેન્ટ યર 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે.
આ રીતે વિલંબિત આઈટીઆર ફાઈલ કરો
- સૌ પ્રથમ સત્તાવાર આઈટીઆર ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/help/all-topics/brochures/8941 ની મુલાકાત લો.
- પાન કાર્ડ નંબરની મદદથી લોગઈન કરો.
- સંબંધિત આઈટીઆર ફોર્મ પસંદ કરી અસેસમેન્ટ યર પસંદ કરો, નાણાકીય વર્ષ 2023-24 માટે AY2024-25
- જરૂરી વિગતો ભરો.
- ફાઈલિંગ પર લેટ ફી પેટે રૂ. 5000 ચૂકવવા પડશે.
- સબમિટ કરો અને આધાર ઓટીપીની મદદથી વેરિફાઈ કરો.