ઓટો એક્સપો 2023 : ચીનની નવી ચાલ, પાછલા દરવાજેથી ભારતમાં લાવી રહ્યાં છે સુપરબાઇક, આ દેશોનો સહારો લઇ રહ્યાં છે જાણો
- ઓટો એક્સપોમાં કેટલીક ભારતીય કંપનીઓએ પોતાના વાહનનાં પ્રદર્શનમાં ચીનની કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી રાખી છે.
નવી દિલ્હી,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર
ચીનની મોટી વાહન બનાવનારી કંપનીઓ ભારતમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં પોતાના પગ પહોળા કરી રહી છે. બીજી તરફ ચીન પાછલા દરવાજેથી બીજા દેશોની મદદથી પોતાની ગાડીઓ ભારતમાં વેચવાનો પ્રયાસ કરી રહી છે. ઓટો એક્સપોમાં કેટલીક ભારતીય કંપનીઓએ પોતાના વાહનનાં પ્રદર્શનમાં ચીનની કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી રાખી છે. ચીનની ટેક્નોલોજી અને પાર્ટ્સ એસેમ્બર કરીને ભારતીય કંપનીઓ વાહનો તૈયાર કરી રહી છે.
બ્રાન્ડનું લેબલ ઇટાલી, સ્પેન અને ઇંગ્લેન્ડનું પણ મૂળ કંપની ચીનની
ઈટાલી, સ્પેન, ઇંગ્લેન્ડની કાર અને બાઇક નિર્માતાવાળી ગણી નામચીન કંપનીઓમાં ચીનની કંપનીઓની ભાગીદારી જોવા મળી રહી છે. કેટલીક કંપનીઓનાં વાહનોનાં પાર્ટ્સ ચીનમાં બને છે અને ભારતમાં લાવીને તેને એસેમ્બલ કરવામાં આવે છે અને વેચવામાં આવે છે. ચીનની કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આકર્ષિત કરવાનાં માધ્યમો શોધી રહી છે. ઓટો એક્સપો-2023માં 10 થી વધારે કંપનીઓ હતી જેણે પોતાની કારનાં પાર્ટ જે એસેમ્બલ કર્યાં તે ઇનડાયરેક્ટલી ચીનનાં હતા.
હૈદરાબાદ, અમદાવાદ, દિલ્હી અને ચેન્નઇની ઘણી કંપનીઓ આવા પાર્ટસ ઇટાલી અને સ્પેનથી ખરીદી રહી છે અને તેમની સાથે એગ્રીમેન્ટ કરી રહી છે, જે મૂળ ચીનની કંપનીઓ પાસેથી માલ બનાવડાવે છે. એનો મતલબ એ થયો કે આ કંપનીઓ ઇટાલી અને સ્પેનનો સહારો લઇને ભારતીય ઓટો માર્કેટમાં પગ પેસારો કરી રહી છે.
ઓટો એક્સપોમાં બીવાયડી ઇન્ડિયા કંપનીએ ત્રણ કારોને લાવી છે. ચેન્નઇ સ્થિત પ્લાન્ટમાં કંપની પ્રતિ વર્ષ લગભગ 50 હજાર કારને એસેમ્બલ કરી શકે છે. જેમાં ઇલેક્ટ્રીક એસયુવી મોડલ 33.99 લાખ રૂપિયામાં રજૂ કરી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રીક કાર ઇ6ને લગભગ 29 લાખમાં રજૂ કરી છે. આ કારો બહું જલદી ભારતીય બજારમાં લોન્ચ થશે.