મેટલ, કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર શેરોમાં આકર્ષણ : ઓટો શેરોમાં ફરી તેજી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
મેટલ, કેપિટલ ગુડઝ, ઓટો, કન્ઝયુમર શેરોમાં આકર્ષણ : ઓટો શેરોમાં ફરી તેજી 1 - image


- નિફટી 21026 ઉપર પહોંચ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૦૩.૧૦ પોઈન્ટની છલાંગે ૫૩૬૦૬.૩૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જીએમઆર એરપોર્ટસમાં મોટો એક્વિઝિશનના અહેવાલ વચ્ચે શેર રૂ.૪.૯૦ ઉછળીને રૂ.૭૩.૭૯, પોલીકેબ રૂ.૨૦૧.૧૫ ઉછળીને રૂ.૫૬૪૬.૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૬૨.૩૦ વધીને રૂ.૨૭૯૫.૪૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૫૪૭.૬૫, ભેલ રૂ.૩.૨૦ વધીને રૂ.૧૭૯.૯૫, ભારત ફોર્જ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૧૯૫.૬૦, સિમેન્સ રૂ.૫૫ વધીને રૂ.૩૮૭૮.૭૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૫૦ વધીને રૂ.૫૫૨ રહ્યા હતા. 

જિન્દાલ સ્ટીલ રૂ.૩૦ ઉછળી રૂ.૭૧૬ : સેઈલ, વેદાન્તા, ટાટા સ્ટીલ, નાલ્કોમાં આકર્ષણ

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૭૧.૨૫ પોઈન્ટ વધીને ૨૫૦૦૭.૫૫ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૨૯.૬૦ વધીને રૂ.૭૧૫.૮૫,  સેઈલ રૂ.૧.૬૮ વધીને રૂ.૯૯.૮૦, વેદાન્તા રૂ.૩.૨૫ વધીને રૂ.૨૪૮.૦૫, નાલ્કો રૂ.૯૮.૩૦, ટાટા સ્ટીલ રૂ.૧૩૦ રહ્યા હતા.

એફએમસીજી, સુગર શેરોમાં ઘટાડે આકર્ષણ : ઈથેનોલ માટે શેરડીના ઉપયોગ પર પ્રતિબંધની ફેરવિચારણા

ઈથેનોલના ઉત્પાદનમાં શેરડીના ઉપયોગ પર સરકારના પ્રતિબંધના નિર્ણય પર ફેરવિચારણા કરવાની ઉદ્યોગ, રાજય સરકારોની  માંગના પગલે આજે ફરી સુગર શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. આ સાથે અન્ય એફએમસીજી શેરોમાં આકર્ષણ જોવાયું હતું. અવધ સુગર રૂ.૩૮.૩૫ ઉછળીને રૂ.૬૯૬.૯૦,  બજાજ હિન્દુસ્તાન રૂ.૧.૫૨  વધીને રૂ.૧૬૫૧.૨૦, ઉત્તમ  સુગર રૂ.૧૮.૫૦ વધીને રૂ.૪૧૨.૩૦, ડીસીએમ શ્રીરામ રૂ.૬.૧૦ વધીને રૂ.૧૫૮.૧૫, શ્રી રેણુકા સુગર રૂ.૧.૭૯ વધીને રૂ.૪૬.૭૦, વરૂણ બિવરેજીસ રૂ.૩૬.૬૫ વધીને રૂ.૧૧૦૪.૬૦, દાલમિયા સુગર રૂ.૯.૩૦ વધીને રૂ.૪૦૧.૭૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૭.૮૦ વધીને રૂ.૩૪૧.૧૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૨૩.૩૫ વધીને રૂ.૧૦૪૪.૯૫ રહ્યા હતા.

ઓટો  શેરોમાં ફરી પૂરપાટ તેજી : ટયુબ રૂ.૧૬૦ વધીને રૂ.૩૭૨૨ : કયુમિન્સ, એમઆરએફ ઉંચકાયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટાડા તરફી થઈ બ્રેન્ટ ૫૯ સેન્ટ ઘટીને ૭૫.૨૬ ડોલર અને ન્યુયોર્ક ક્રુડ ૬૬ સેન્ટ ઘટીને ૭૦.૫૭ ડોલર નજીક આવી જતાં અને ઈથેનોલ ઉત્પાદનમાં શેરડીના ઉપયોગ પર પ્રતિબંધની ફેરવિચારણાના અહેવાલે ફંડોની ઓટો શેરોમાં ફરી પૂરપાટ તેજી જોવાઈ હતી. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૯.૮૦ વધીને રૂ.૩૭૨૨.૪૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૩૯.૩૦ વધીને રૂ.૧૯૮૭.૨૦, એમઆરએફ રૂ.૧૨૪૫.૪૫ વધીને રૂ.૧,૧૯,૧૬૧.૫૫, બજાજ ઓટો રૂ.૬૩.૬૦ વધીને રૂ.૬૧૩૬.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૮.૮૫ વધીને રૂ.૧૯૨૧.૫૫, બોશ રૂ.૨૧૧.૨૦ વધીને રૂ.૨૧,૮૨૭.૩૦, ટાટા મોટર્સ રૂ.૪.૮૫ વધીને રૂ.૭૧૯.૫૦ રહ્યાહતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૫.૯૩ પોઈન્ટ વધીને ૪૦૬૮૯.૮૭ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં વધતું આકર્ષણ : ઓરેકલ, કોફોર્જ, સિએન્ટ, ઈન્ટેલેક્ટ, એલટીઆઈ માઈન્ડટ્રીમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ વધતું જોવાયું હતું. એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૫૯.૪૫ વધીને રૂ.૫૭૬૭.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૩૭૪.૬૫, ટેક મહિન્દ્રા રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૨૩૬.૧૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૨૯.૪૫ વધીને રૂ.૭૭૭.૯૦, સિએન્ટ રૂ.૪૮ વધીને રૂ.૧૯૯૮.૭૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૮૭.૩૦ વધીને રૂ.૪૨૧૮.૮૫, કોફોર્જ રૂ.૧૧૧.૩૦ વધીને રૂ.૫૮૯૧.૩૫, એક્સિસકેડ્સ ટેક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૬૨૧.૭૫ રહ્યા હતા.

ડો.રેડ્ડીઝ લેબ. રૂ.૩૦૭ તૂટીને રૂ.૫૪૫૬ : બજાજ હેલ્થ, બ્લિસ જીવીએસ, સન ફાર્મા એડવાન્સ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે એકંદર પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૩૦૬.૮૫ ઘટીને રૂ.૫૪૫૬.૬૫, બજાજ હેલ્થ રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૩૬૫, ડો.લાલપથ લેબ રૂ.૮૬.૮૦ ઘટીને રૂ.૨૫૫૨, અમી ઓર્ગેનિક્સ રૂ.૩૧.૨૦ ઘટીને રૂ.૧૦૮૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૨૭૪, ન્યુલેન્ડ લેબ રૂ.૧૧૫.૪૦ વધીને રૂ.૫૦૫૬.૫૫, અજન્તા ફાર્મા રૂ.૩૯.૮૦ ઘટીને રૂ.૧૮૮૬.૯૫ રહ્યા હતા. જ્યારે કોપરાન રૂ.૯.૫૫ વધીને રૂ.૨૫૯.૧૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૩૬૬, નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૨૨.૧૫ વધીને રૂ.૭૨૭.૬૦ રહ્યા હતા.


Google NewsGoogle News