કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ તેમજ બેંકિંગ શેરોમાં આકર્ષણ

- નિફટી સ્પોટ સતત પોઝિટીવ : સેન્સેક્સ અંતે નેગેટીવ

- સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૧૦૨૯ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ  તેમજ  બેંકિંગ શેરોમાં આકર્ષણ 1 - image


શેરોમાં રોકાણકારોની સંપતિ રૂ.૪૬૫.૫૪ લાખ કરોડની નવી વિક્રમી ટોચે

મુંબઈ : વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે સાંકડી વધઘટ વચ્ચે ભારતીય શેર બજારોમાં શેરોમાં ફંડોએ આજે ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીને વિરામ  મળ્યો હતો. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખતાં અને કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ચોમાસું દેશમાં સફળ નીવડતાં અને  આ વર્ષે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થતી આર્થિક વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. બજાજ ટ્વિન્સ શેરોમાં આકર્ષણ બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ સામે અન્ય બેંકિંગ, ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં મજબૂતી રહી હતી. સેન્સેક્સ ૮૨૪૦૦ થી ૮૨૬૭૬ વચ્ચે અથડાઈ અંતે ૪.૪૦ પોઈન્ટ ઘટીને ૮૨૫૫૫.૪૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ૨૫૩૨૨થી ૨૫૨૩૫ વચ્ચે અથડાઈ અંતે ૧.૧૫ પોઈન્ટ વધીને ૨૫૨૭૯.૮૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૦૨ ઉછળ્યો : ડિક્સન રૂ.૩૬૫ વધી રૂ.૧૨૯૭૭ : વોલ્ટાસ, બ્લુ સ્ટાર વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૪.૮૦ ઉછળી રૂ.૧૨,૯૭૭.૨૦, વોલ્ટાસ રૂ.૩૮.૬૦ વધીને રૂ.૧૮૧૧.૮૫, બ્લુ સ્ટાર રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૬૮૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૯૦૩.૨૫, સીજી કન્ઝયુમર રૂ.૪.૨૦ વધીને રૂ.૪૬૯.૩૫, ટાઈટન કંપની રૂ.૩૦.૪૫ વધીને રૂ.૩૬૧૭ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૦૧.૯૭ પોઈન્ટ વધીને ૬૪૧૭૫.૯૪ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંકમાં ફંડોની તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭.૮૦ વધીને રૂ.૧૨૪૭.૮૦, બજાજ ફિનસર્વમાં બજાજ હાઉસીંગના આઈપીઓના આકર્ષણે લેવાલીએ રૂ.૨૩.૮૫ વધીને રૂ.૧૮૬૩.૯૫, એચડીએફસી બેંક રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૬૩૭.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૮૨૪.૭૫, એક્સિસ બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૧૧૯૧.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪ વધીને રૂ.૧૭૮૪.૨૦, જીઓજીત ફિન રૂ.૨૧.૬૫ વધીને રૂ.૧૫૭.૭૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૧૧૮.૫૫, મોનાર્ક નેટવર્થ રૂ.૬૬.૮૦ વધીને રૂ.૮૫૮.૪૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૫૮૮.૪૦, એસબીઆઈ કાર્ડ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૭૬૫.૮૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૬૯૩.૭૦, ક્રિસિલ રૂ.૧૦૫ વધીને રૂ.૪૬૪૦, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૧૨.૧૫ વધીને રૂ.૫૫૯ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૪૪ વધીને રૂ.૪૮૩૦ : વી-ગાર્ડ, એઆઈએ વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૪૪.૪૦ વધીને રૂ.૪૮૩૦.૫૦, વી-ગાર્ડ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૪૬૫.૪૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૯૧.૨૦ વધીને રૂ.૪૪૧૨.૬૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૯૯.૬૦ વધીને રૂ.૫૩૧૩, હનીવેલ ઓટોમેશન રૂ.૬૩૬.૮૦ વધીને રૂ.૫૦,૭૪૫.૭૫, ટીમકેન રૂ.૪૬.૫૦ વધીને રૂ.૩૮૩૩.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૮૪.૮૫ વધીને રૂ.૭૭૮૩.૪૦, કલ્પતરૂ પાવર રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૩૯૫.૧૦, પોલીકેબ રૂ.૫૨.૦૫ વધીને રૂ.૬૭૭૦, સીજી પાવર રૂ.૫.૨૫ વધીને રૂ.૬૮૯.૩૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડો ફરી લેવાલ : હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ન, અપોલો ટાયર, કમિન્સ, એમઆરએફ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ ફરી પસંદગીની ખરીદી કરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૭૨.૭૫ વધીને રૂ.૫૬૪૮.૪૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૫૫ વધીને રૂ.૨૯૨૭.૬૫, અપોલો ટાયર રૂ.૩.૬૫ વધીને રૂ.૫૦૨.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૭.૫૦ વધીને રૂ.૩૮૩૩.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૦૫ વધીને રૂ.૨૭૮૪, એમઆરએફ રૂ.૧૭૦.૩૦ વધીને રૂ.૧,૩૪,૩૨૨, બોશ રૂ.૩૯.૮૫ વધીને રૂ.૩૨,૩૭૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ : પોલીમેડ રૂ.૧૩૬ ઉછળી રૂ.૨૫૧૩ :  સોલારા, કોપરાન, હેસ્ટર બાયોમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોનું આજે વેલ્યુબાઈંગ રહ્યું હતું. પોલીમેડ રૂ.૧૩૬ વધીને રૂ.૨૫૧૨.૬૦, સોલારા રૂ.૩૪.૫૦ વધીને રૂ.૭૩૮, કોપરાન રૂ.૧૩.૬૦ વધીને રૂ.૩૦૮.૧૫, હેસ્ટર બાયો રૂ.૧૦૬.૨૦ વધીને રૂ.૨૪૩૦.૭૫, સિક્વેન્ટ રૂ.૬.૯૦ વધીને રૂ.૧૬૮.૪૦, પેનેશિયા બાયો રૂ.૮.૦૫ વધીને રૂ.૨૩૩.૧૫, મેદાન્તા રૂ.૩૭.૭૦ વધીને રૂ.૧૧૬૭.૯૫, થાયરોકેર રૂ.૨૪.૬૦ વધીને રૂ.૮૬૪.૧૫, એસ્ટ્રાઝેનેકા રૂ.૧૫૧.૦૫ વધીને રૂ.૬૮૪૦.૫૦, ન્યુલેન્ડ લેબ રૂ.૨૩૪.૩૫ વધીને રૂ.૧૨,૭૩૭.૭૫, ઈપ્કા લેબ રૂ.૨૩.૬૦ વધીને રૂ.૧૪૦૩.૩૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૯૯૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૯ અને ઘટનારની સંખ્યા ૧૯૩૮ રહી હતી.

FPIs/FIIની રૂ.૧૦૨૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૮૯૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૦૨૯.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૯,૪૪૪.૦૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૪૧૪.૭૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૯૬.૨૧ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૧,૮૬૭.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૯૭૧.૦૭ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૬૫.૫૪ લાખ કરોડની નવી વિક્રમી ટોચે

શેરોમાં ખાસ કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં લેવાલી રહેતાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૬૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૫.૫૪ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.

Sensex

Google NewsGoogle News