Get The App

ભારતમાં સતત ઘટી રહી છે ATMની સંખ્યા, UPIનો વધતો ટ્રેન્ડ અને RBIના નિયમો મુખ્ય કારણ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ATM


ATM: દેશમાં યુપીઆઈના વધતા ચલણના લીધે રોકડનો વપરાશ ઘટ્યો છે. મોટાભાગના લોકો રોકડના બદલે ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેના લીધે ભારતીય બેન્કોના એટીએમ અને કેશ રિસાઈકલર્સની સંખ્યા ઘટી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ વધી રહ્યા છે અને તેમાં પણ યુપીઆઈ અત્યંત મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના કારણે એટીએમ અને રિસાઈકલર્સની સંખ્યા ઘટી છે. 

એટીએમની સંખ્યા ઘટી

આરબીઆઈના આંકડાઓ અનુસાર, ભારતમાં સપ્ટેમ્બર, 2023માં એટીએમની સંખ્યા 2,19,000 હતી, જે સપ્ટેમ્બર-24માં ઘટી 2,15,000 થી છે. ઓફ-સાઈટ એટીએમની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર-22માં ઓફ-સાઈટ એટીએમની સંખ્યા કુલ 97072 હતી, જે સપ્ટેમ્બર-24માં ઘટી 87,638 થઈ છે.

આ પણ વાંચોઃ અંબાણી-અદાણી પણ પાછળ રહી ગયા આ બિઝનેસમેન સામે, ટોપ-10 ભારતીય દાનવીરોની નવી યાદી જાહેર

કારણ

રિઝર્વ બેન્કે એટીએમમાંથી ફ્રી કેશ વિડ્રોલની સંખ્યા ઘટાડી છે અને અમુક નિશ્ચિત મર્યાદા બાદ રોકડ ઉપાડ પર ઈન્ટરચેન્જ ફી વધારી છે. પરિણામે લોકો હવે એટીએમમાંથી રોકડ ઉપાડવાના બદલે ઓનલાઈન જ ટ્રાન્જેક્શન કરવા પ્રાધાન્ય આપે છે. હાલ, ભારતમાં રોજિંદા 2 લાખના વ્યવહાર રોકડમાં કરવા મંજૂરી છે. તે સિવાયના વધારાની રકમના ટ્રાન્જેક્શન પાછળ ચાર્જ લાગુ છે.

1 લાખ લોકો સામે માત્ર 15 એટીએમ

દેશમાં 1 લાખ લોકો સામે માત્ર 15 એટીએમ છે. આકરા નિયમો અને ખર્ચાળ પદ્ધતિ હોવાથી હવે એટીએમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘટાડો નોંધાયો છે. જેથી એટીએમની ઘટતી સંખ્યા ચિંતાનું કારણ બની છે. કારણકે, ભારતમાં હજી ઘણા વ્યવહારો રોકડમાં જ થઈ રહ્યા છે. 2022માં કુલ ટ્રાન્જેક્શનના 89 ટકા ટ્રાન્જેક્શન રોકડ મારફત થતો હતો. જ્યારે યુપીઆઈ ટ્રાન્જેક્શનનું પ્રમાણ 10 ટકા હતું. જે હવે વધી 20 ટકા થયું છે.

ભારતમાં સતત ઘટી રહી છે ATMની સંખ્યા, UPIનો વધતો ટ્રેન્ડ અને RBIના નિયમો મુખ્ય કારણ 2 - image


Google NewsGoogle News