Get The App

શું તમે જાણો છો કે, તમારા એટીએમ પર બે ઈન્સ્યોરન્સ કવરેજનો લાભ તદ્દન મફત મળે છે

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
શું તમે જાણો છો કે, તમારા એટીએમ પર બે ઈન્સ્યોરન્સ કવરેજનો લાભ તદ્દન મફત મળે છે 1 - image


Free Insurance On ATM Card: આજના સમયમાં બહુ ઓછા લોકો હશે કે, જેમની પાસે એટીએમ કાર્ડ નહીં હોય. બેન્કમાં ખાતુ ધરાવતા લગભગ તમામ લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંથી ઘણાને તેના વિવિધ લાભો અને સુવિધા વિશે ખબર હોતી નથી. શું તમે જાણો છો કે, એટીએમ કાર્ડની મદદથી નાણાંની લેવડ-દેવડ ઉપરાંત પ્રીમિયમ વિનાનો ઈન્સ્યોરન્સ પણ મળે છે.

બેન્કમાંથી એટીએમ કાર્ડ જારી થતાં જ તેના કાર્ડ હોલ્ડર્સને એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ પણ મળે છે. દેશમાં મોટાભાગના લોકો અજાણ છે કે, તેમના ડેબિટ અને એટીએમ કાર્ડ પર લાઈફ ઈન્સ્યોરન્સ કવર મળે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, પર્સનલ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ (ડેથ) નોન યર ઈન્સ્યોરન્સ વીમા ડેબિટ કાર્ડ હોલ્ડરને આક્સ્મિક મૃત્યિ પર ઈન્સ્યોરન્સ પ્રદાન કરે છે.

એટીએમ કાર્ડ પર મફત ઈન્સ્યોરન્સ

જો તમે 45 દિવસથી વધુ સમય સુધી કોઈપણ બેન્કના ATM કાર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તમે મફત ઈન્સ્યોરન્સની સુવિધા મેળવી શકો છો. જેમાં એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ સમાવિષ્ટ છે. આ બંને સ્થિતિમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરી શકો છો. કાર્ડની રેન્જ અનુસાર, ઈન્સ્યોરન્સની રકમ નક્કી કરવામાં આવે છે. એસબીઆઈ તેના ગોલ્ડ એટીએમ કાર્ડ ધારકોને રૂ. 4 લાખ (આક્સ્મિક મૃત્યુ), રૂ. અને જીવન વીમો બંનેનો સમાવેશ થાય છે. હવે તમે આ બંને સ્થિતિમાં વીમાનો દાવો કરી શકશો. કાર્ડની શ્રેણી અનુસાર રકમ નક્કી કરવામાં આવી છે. SBI તેના ગોલ્ડ એટીએમ કાર્ડ ધારકોને રૂ. 4 લાખ (death on air), રૂ. 2 લાખ (નોન-એર) નું કવર આપે છે. જ્યારે, પ્રીમિયમ કાર્ડ ધારકને રૂ. 10 લાખ (On air), રૂ. 5 લાખ (non-air)નું કવર આપે છે. HDFC બેન્ક, ICICI, કોટક મહિન્દ્રા બેન્ક સહિતની ઘણી બેન્કો તેમના ડેબિટ કાર્ડ પર અલગ-અલગ રકમનું કવર પ્રદાન કરે છે. કેટલાક ડેબિટ કાર્ડ રૂ. 3 કરોડ સુધીનું મફત એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ કવરેજ ઓફર કરે છે. આ ઈન્સ્યોરન્સ કવરેજ તદ્દન મફત છે. જેમાં કોઈ વધારાના દસ્તાવેજો માંગવામાં આવતા નથી.

ડેબિટ કાર્ડથી ટ્રાન્જેક્શન અત્યંત જરૂરી

આ ફ્રી ઈન્સ્યોરન્સનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે તમે નિશ્ચિત સમય મર્યાદામાં તે ડેબિટ કાર્ડ મારફત અમુક ટ્રાન્જેક્શન કર્યા હોય. જુદા-જુદા કાર્ડ માટે જુદી-જુદી સમય મર્યાદા હોઈ શકે છે. અમુક એટીએમ કાર્ડ પર ઈન્સ્યોરન્સ પોલિસી એક્ટિવેટ કરાવવા માટે કાર્ડ હોલ્ડરે 30 દિવસમાં ઓછામાં ઓછુ એક ટ્રાન્જેક્શન કર્યું હોય. અમુક બેન્કો 90 દિવસની સમય મર્યાદામાં એક વખત ટ્રાન્જેક્શન કરનારને ફ્રી ઈન્સ્યોરન્સની સેવા આપે છે.

  શું તમે જાણો છો કે, તમારા એટીએમ પર બે ઈન્સ્યોરન્સ કવરેજનો લાભ તદ્દન મફત મળે છે 2 - image



Google NewsGoogle News