મહિને માત્ર 210 રૂપિયા બચાવી સરકારની આ યોજનામાં કરો રોકાણ, નિવૃત્ત જીવનમાં મળશે આટલું પેન્શન
Atal Pension Yojna: શું તમે પણ તમારા માટે પેન્શન પ્લાન શોધી રહ્યા છો, જેમાં ઓછા રોકાણમાં વધુ પેન્શન મળી શકે. આ સરકારી યોજનાની મદદથી તમે જીવનભર સારૂ એવી રકમ પેન્શન પેટે મેળવી શકો છો. સરકારની અટલ પેન્શન યોજનામાં બિન-સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈપણ કર્મચારી કે કામદાર પેન્શન મેળવી શકે છે. અટલ પેન્શન યોજનામાં તમારે દરમહિને રૂ. 210નં પેન્શન કરવાનું હોય છે. જેમાં તમે વાર્ષિક રૂ. 60000 અર્થાત દરમહિને રૂ. 5000નું પેન્શન જીવો ત્યાં સુધી મેળવી શકો છો.
પેન્શનની રકમ અનુસાર રોકાણ કરો
અટલ પેન્શન યોજનામાં દર મહિને માત્ર રૂ. 210 જમા કરાવી તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને મહત્તમ રૂ. 5,000નું પેન્શન મેળવી શકો છો. સરકાર દ્વારા સંચાલિત અટલ પેન્શન યોજના હેઠળ ગેરેન્ટેડ પેન્શન ઉપલબ્ધ છે. નિયમો અનુસાર, તેમાં માસિક ધોરણે મહત્તમ રૂ. 5000નું પેન્શન મળી શકે છે. જેના માટે તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. દર મહિને રૂ. 1,000નું પેન્શન મેળવવા માટે તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.
અટલ પેન્શન યોજનાના લાભો
વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર 2015-16ના બજેટમાં અટલ પેન્શન યોજના લાવી હતી. સરકાર સામાન્ય લોકોને, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શક્ય તેટલી બચત કરવા પ્રોત્સાહિત કરે છે. બિન-સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ નિવૃત્તિ પછી આવક ન થવાના જોખમથી બચાવવું પડશે. આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા ચલાવવામાં આવે છે.
વાર્ષિક રૂ. 60,000 પેન્શન મળશે
અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને દર મહિને રૂ. 1,000થી રૂ. 5,000 સુધીનું પેન્શન મળે છે. ભારત સરકાર લઘુત્તમ પેન્શન લાભની ખાતરી આપે છે. કેન્દ્ર સરકાર સબ્સ્ક્રાઇબરના યોગદાનના 50 ટકા અથવા વાર્ષિક રૂ. 1,000 બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે. સરકારી યોગદાન એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈપણ વૈધાનિક સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી અને કરદાતા નથી. યોજના હેઠળ 1,000, 2000, 3,000, 4,000 અને 5,000 રૂપિયાનું પેન્શન ઉપલબ્ધ છે. રોકાણ પેન્શનની રકમ પર પણ આધાર રાખે છે. જો તમે નાની ઉંમરે જોડાશો તો તમને વધુ લાભ મળશે.