Get The App

બજેટ વચગાળાનું હોવાથી તે નોન-ઈવેન્ટ બની રહેવાનો પ્રવર્તતો મત

- નવા વેરા અથવા ખર્ચની દરખાસ્તો રજુ થવાની શકયતા ઓછી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
બજેટ વચગાળાનું હોવાથી તે નોન-ઈવેન્ટ બની રહેવાનો પ્રવર્તતો મત 1 - image


મુંબઈ : ૧લી ફેબુ્રઆરીએ રજુ થનારુ આગામી નાણાં વર્ષ માટેનું બજેટ વચગાળાનું હોવાથી તેમાં ખાસ મોટી જાહેરાતો આવવાની શકયકા જણાતી નથી. નવા વેરા અથવા ખર્ચની બાબતમાં પણ મોટી ઘોષણાની શકયતા ઓછી છે અને માટે બજેટ એક નોન ઈવેન્ટ બની રહેશે.

જો કે હવે પછી પોતાની સરકાર પ્રસ્થાપિત થશે તો કેવી નીતિઓ હશે અને રાજકોષિય શિસ્તતા માટે સરકાર શું ધારે છે તેના કદાચ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સંકેત આપવાના પ્રયાસ કરશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

નીતિ સંબંધિત દિશાઓ છેલ્લા કેટલાક બજેટો પ્રમાણે જ જોવા મળવાની અપેક્ષા છે અને રાજકોષિય શિસ્તતા સાથે વિકાસ સાધવાના સરકારના ધ્યેયને પણ બજેટમાં પ્રતિબિંબિત કરાશે.વેરાની ચૂકવણીમાં ફરજપાલનને જોતા ભારતની રાજકોષિય સ્થિતિ તંદૂરસ્ત છે ત્યારે વેરા વસૂલી વધારવા કોઈ ખાસ મોટી જાહેરાત આવે તેવી શકયતા જણાતી નહીં હોવાનું પણ એનાલિસ્ટે જણાવ્યું હતું. 

વેરાની મજબૂત વસૂલી, રિઝર્વ બેન્ક તરફથી પ્રમાણસર ડિવિડન્ડ, કેપેકસમાં સાધારણ ઘટાડા જેવા પરિબળોને કારણે અન્ન તથા ફર્ટિલાઈઝર પેટે ઊંચી સબસિડી ખર્ચ, ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં નબળી સિદ્ધિ વગેરેથી પડેલા માર ભરપાઈ થઈ જશે.

નાણાં વર્ષ ૨૦૨૫માં નેટ બોરોઈંગ રૂપિયા ૧૧.૫૦ લાખ કરોડ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. જે વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૧૧.૮૦ લાખ કરોડ રહ્યું છે.  

નાણાં વર્ષ ૨૦૨૪માં જીડીપીથી ટેકસનું પ્રમાણ મજબૂત રહ્યા બાદ આગામી નાણાં વર્ષમાં જીડીપીથી ટેકસનું પ્રમાણ ૧૧.૪૦ ટકા સ્થિર રહેવાની ધારણાં  મૂકવામાં આવી રહી છે. 

લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં નિર્ધારી હોવાથી વર્તમાન સરકાર નવા નાણાં વર્ષના પ્રથમ ચાર મહિના માટે આવક-ખર્ચની દરખાસ્તો મંજુર કરવા વચગાળાનું બજેટ રજુ કરશે. ચૂંટણી બાદ કેન્દ્રમાં સ્થાપિત થનારી નવી સરકાર સંપૂર્ણ નાણાં વર્ષ માટેનું બજેટ રજુ કરશે. 



Google NewsGoogle News