વિદેશમાં કેસરની માગ વધતા તેના ભાવ વધીને 1 કિલોના રૂ. 5,00,000 પહોંચ્યા
- GI ટેગ મળતા કાશ્મીરી કેસરની માગમાં ઉછાળો
નવી દિલ્હી : ગોલ્ડ-સિલ્વર વરખ મીઠાઈઓને લક્ઝરી લુક આપે છે, કેસર તેનો સ્વાદ વધારે છે. સિલ્વર વરખ વાળી મીઠાઈઓ દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ જ્યારે કિંમતની વાત આવે છે, ત્યારે તે કેસરની સામે ક્યાંય ટકી શકતી નથી.
ઘણી વખત લોકોના મનમાં એવું હોય છે કે સોના-ચાંદીની કિંમત બાકીની તમામ વસ્તુઓ કરતા વધારે છે, પરંતુ જ્યારે તમે કાશ્મીરી કેસરની કિંમત સાંભળશો તો તમે તેને ખરીદતા પહેલા દસ વાર વિચારશો. કેસરી રંગની સામે સોના-ચાંદીની ચમક ફિક્કી પડી જશે.
ગોલ્ડ વરખની કિંમત ૫૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. જોકે સોના કરતાં ચાંદી અને કેસરનો ઉપયોગ વધુ થાય છે. જ્યારે કાશ્મીરી કેસર ૪ લાખ ૯૫ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. અમેરિકા, કેનેડા, બ્રિટનમાં આ કેસરની ભારે માંગ છે. છેલ્લા એક વર્ષમાં કેસરના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
માંગમાં વધારાની અસર તેની કિંમત પર જોવા મળી રહી છે. કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર કેસર છે. વિશ્વભરના દેશોમાં કાશ્મીરી કેસરની ભારે માંગ છે. જીઆઈ ટેગ મળવાથી કાશ્મીરી કેસરની ખેતી કરતા ખેડૂતોને મોટો નફો થયો છે.
જીઆઈ ટેગ મળ્યા બાદ કેસરના ભાવમાં વધુ વધારો થયો છે. કાશ્મીરનું ખાસ કેસર ૨.૮ લાખ રૂપિયા પ્રતિ કિલોથી ૪.૯૫ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો છે.