Get The App

પાકિસ્તાન જેવી કંગાળ હાલત થઇ આ 3 દેશોની, IMFના મસમોટા દેવા હેઠળ દબાયા

Updated: May 18th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન જેવી કંગાળ હાલત થઇ આ 3 દેશોની, IMFના મસમોટા દેવા હેઠળ દબાયા 1 - image


IMF Funding to Other countries: પાકિસ્તાન કંગાળ બન્યો હોવાના અનેક અહેવાલો મળી રહ્યા છે. જે 124 અબજ ડોલરના દેવા સાથે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યું છે. આર્થિક સહાય માટે આઈએમએફ, વર્લ્ડ બેન્ક સહિત ટોચના ફંડ્સ પાસેથી ઉધાર આપવા અરજી કરી રહ્યો છે. કોવિડ મહામારી બાદ માત્ર પાકિસ્તાન જ નહીં અન્ય ઘણા દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જેમના પર દેવાનું ભારણ વધ્યું છે.

આ દેશોએ મોટી લોન લીધી

આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) પાસેથી પાકિસ્તાને અત્યારસુધી 7 અબજ ડોલર (રૂ, 58 હજાર કરોડ)ની લોન લીધી છે. જ્યારે અન્ય ત્રણ દેશો આર્જેન્ટિના, મિસ્ર અને યુક્રેને પણ આઈએમએફ પાસેથી મોટી રકમનું ઉધાર લીધુ છે. આ ત્રણેય દેશોએ કુલ 32 અબજ ડોલર (રૂ. 2.66 લાખ કરોડ)ની લોન લીધી છે. મિસ્ર 11 અબજ ડોલર (રૂ. 91 હજાર કરોડ)ની લોન સાથે આઈએમએફનો બીજો સૌથી મોટો દેવાદાર બન્યો છે.

યુક્રેનમાં પણ તંગદીલી

યુક્રેનની આર્થિક સ્થિતિ પાકિસ્તાન કરતાં પણ ખરાબ છે. આ દેશએ પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા આઈએમએફ પાસેથી 9 અબજ ડોલર (રૂ. 75 હજાર કરોડ)નું દેવુ લીધુ છે. આ ચાર દેશ આઈએમએફના ટોચના ચાર દેવાદાર છે. આ ચારેય દેશોમાં મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. જેથી તેની અર્થવ્યવસ્થા અને કરન્સી નબળી પડી છે.

કોવિડ મહામારી બાદ મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ લથડી છે. જેને ટેકો આપવા આઈએમએફએ અત્યારસુધી સૌથી 100થી વધુ દેશોને મસમોટુ ઉધાર આપ્યું છે. 

  પાકિસ્તાન જેવી કંગાળ હાલત થઇ આ 3 દેશોની, IMFના મસમોટા દેવા હેઠળ દબાયા 2 - image



Google NewsGoogle News