Get The App

iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો

ચીન અને અમેરિકા વચ્ચેના વિવાદના પગલે Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે આપ્યું સ્થાન

ભારતમાં વધતા મેન્યુફેક્ચરિંગના કારણે Apple બેટરીના સપ્લાય માટે ભારત ભરોસે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો 1 - image


iphone 16 Battery Production in India: Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું છે. જેથી ભારતમાં વધી રહેલા મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને, Appleએ તેના સપ્લાયર્સને ભારતમાં iPhone બેટરી બનાવવા માટે કહ્યું છે. જેના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.

iPhone 16ની બેટરી બનશે હવે ભારતમાં

Appleએ તેના તમામ સપ્લાયર્સને iPhone 16 સ્માર્ટફોનમાં મેડ ઈન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્યણ લીધો છે.  Appleના નિર્ણયથી ચીનને ઝટકો લાગી શકે છે. જેને તાજેતરના ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થવાની આશા છે.

ચીન-અમેરિકાના વિવાદના કારણે ભારતનું મહત્વ વધ્યું

Apple ભારતમાં માત્ર iPhone 15ના ઉત્પાદનમાં વધારો જ નથી કરી રહ્યું, પરંતુ રિટેલ સ્ટોર્સ દ્વારા પણ તેની હાજરી વધારી રહ્યું છે.  આ પ્લાનને ધ્યાનમાં રાખીને TATA ભારતમાં Apple રિટેલ સ્ટોર્સ ખોલશે તેમજ TATAએ તેની વિસ્ટ્રોન ફેક્ટરી બેટરી ઉત્પાદન માટે હસ્તગત કરી છે.

ભારતે ઉત્પાદન માટે ઝડપ દર્શાવી 

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ટવીટર પર આપેલી માહિતી મુજબ Appleના જાપાનીઝ સપ્લાયર TDK હરિયાણાના માનેસરમાં રૂ. 180 કરોડમાં iPhone બેટરી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. તેનું ઉત્પાદન વર્ષ 2025માં શરૂ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ભારતમાં સ્થાનિક સ્તરે સ્માર્ટફોન બનાવવાની મંજૂરી આપવામાં સરકારે ઝડપ દર્શાવી છે.

ભારતને થશે આ ફાયદા 

- ભારતમાં Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોને  $1.5 બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે નવી ઉત્પાદન ફેક્ટરી સ્થાપવામાં આવશે

- 17માંથી 14 ચીની સપ્લાયર કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન લાઇનઅપ સેટ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. આમાં સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી કરવામાં આવશે

- ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી iPhoneની નિકાસમાં 177 ટકાનો વધારો થયો છે

- વર્ષ 2024 સુધીમાં Apple iPhoneનો માર્કેટ શેર 6 ટકાથી વધીને 8 ટકા થઈ શકે છે


Google NewsGoogle News