જનરેશન zએ બદલી નાખ્યું બિઝનેસ મોડલ, ઓનલાઈન ડિલિવરીનું ઘેલું લાગ્યું, રિપોર્ટમાં થયા મોટા ખુલાસા
Gen Z role on Consumption Trends: ભારતની જનરેશન z (Gen Z)પરંપરાગત બિઝનેસ મોડલ્સને બદલવામાં મોટી ભૂમિકા નિભાવી રહી છે. આ જનરેશન માત્ર 10 મિનિટની અંદર કરિયાણાની ડિલિવરીથી લઈને ડાયરેક્ટ-ટુ- બ્રાન્ડસના 1996થી 2010ની વચ્ચે જન્મેલા જનરેશન z અથવા તો જેનઝીના યુવાનોનો શેર સૌથી વધુ છે. આ માહિતી બર્નસ્ટેઈનના રિપોર્ટમાં સામે આવી છે. આ જનરેશન શોપિંગ હોય કે, ડેટિંગ એપ 'સ્વાઈપ, અપ' કરવું વધારે પસંદ કરે છે.
ભારતમાં જનરેશન zની વસ્તી 27 ટકા
વિશ્વની વસતીના 20 ટકા જનરેશન z ભારતમાં રહે છે. ભારતની કુલ વસ્તીમાંથી 27 ટકા જનરેશન z છે. સોશિયલ મીડિયામાં ખરીદી હોય કે, રિક્ષા-બાઈક-ટેક્સી બુક કરાવવાની હોય કે પછી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાનું હોય આ જનરેશન તેમાં સૌથી આગળ છે. મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવતી આ જનરેશનના કારણે જ ન્યૂ એજ ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ્સના માર્કેટમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: આયાત ડયૂટીમાં ઘટાડો કરાતા રિટેલ જ્વેલર્સની આવકમાં વૃદ્ધિ જોવા મળશે
જનરેશન z ડિજિટલ શોપિંગ વધુ પસંદ કરે
રિપોર્ટ મુજબ, જનરેશન z મોબાઈલ પર દરરોજ 4.7 કલાક સમય ગાળે છે. જેમાંથી, 73 ટકા પરંપરાગત રિટેલ શોપિંગની જગ્યાએ ડિજિટલ શોપિંગ તરફ વળ્યા છે. તેમાંના મોટાભાગના અઠવાડિયામાં 1.6 કલાક સમય ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર વિતાવે છે. મિલેનિયલ્સની (1981-1996ની વચ્ચે જન્મેલા લોકો) પહેલી પસંદ ઈ-કોર્મસ અને મલ્ટિપ્લેક્સ છે. જનરેશન zની પસંદ ક્વિક કોમર્સ, ફૂડ ડિલિવરી અને ડીટુસી બ્રાન્ડ્સ છે.
ઓનલાઈન બ્રાન્ડ્સમાં 30 થી 35 ટકા ટ્રાફિક જનરેશન zનો
જે બ્રાન્ડ્સ ખાલી ઓનલાઈન જ ઉપલબ્ધ છે તેવી ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ્સના કુલ ટ્રાફિકમાં 30 થી 35 ટકા ટ્રાફિક જનરેશન zનો છે. આ કંપનીઝ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ અને યુટ્યુબમાં શોટ્ર્સના માઘ્યમથી આ જનરેશનને આકર્ષવામાં સફળ થઈ રહી છે. જનરેશન zની શોપિંગ ટ્રેન્ડ ખાસ કંપનીઝને ફાયદો પહોંચાડી રહી છે. જેમાં ડિજિટલ ફર્સ્ટ અને વિશાળ કન્ઝ્યુમર બેઝને ટારગેટ કરનારી કંપનીઝનો સમાવેશ થાય છે.