Get The App

ઓફિસના કામના ભારણના લીધે CA યુવતીએ ગુમાવ્યો જીવ! માતાના ભાવુક પત્ર બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ઓફિસના કામના ભારણના લીધે CA યુવતીએ ગુમાવ્યો જીવ! માતાના ભાવુક પત્ર બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય 1 - image


Image Source: Twitter

Pune EY Employee Death Case: પૂણેમાં વૈશ્વિક સ્તરની કન્સલ્ટિન્ગ કંપનીમાં નવી નવી જોડાયલી 26 વર્ષની યુવતીના મૃત્યુનો મામલો હવે વેગ પકડી રહ્યો છે.  યુવતીનું નોકરીના ચાર જ માસમાં વધુ પડતા વર્ક લોડના કારણે મૃત્યુ થયું છે તેવો તેની માતાએ દાવો કર્યો છે. અનર્સ્ટ એન્ડ યંગ કંપની વીમા ટેક્સ અને કન્સલ્ટિંગનું કામ કરતી મલ્ટીનેશનલ કંપની છે જેની મુખ્ય ઓફિસ લંડનમાં છે. ઈએન્ડ વાય તરીકે ઓેળખાતી કંપનીમાં એના સેબેસ્ટિયન પેરિલે નામની 26 વર્ષીય યુવતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જોડાઈ હતી. યુવતીની માતાએ યુવતીના બોસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે બોસે મારી દીકરીને એટલું કામ કરાવ્યું કે, તણાવમાં આવી ગઈ હતી. 

માતાનો ભાવુક પત્ર

દીકરીના મૃત્યુના આઘાતમાં સરી પડેલી માતાએ કંપનીના નામે પત્ર પત્ર લખ્યો છે. આ પત્ર વાંચીને દરેકની આંખ ભીની થઈ જશે. હવે આ મામલે કેન્દ્ર સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ મામલે અમે ફરિયાદ નોંધી લીધી છે અને એના સેબેસ્ટિયન પેરિલના મોતના કારણોની તપાસ કરવામાં આવશે.

સરકારે લીધો મોટો નિર્ણય

શ્રમ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે X પર એક પોસ્ટમાં કહ્યું કે,  એના સેબેસ્ટિયન પેરાયિલના દુ:ખદ મોતથી હું ખૂબ દુ:ખી છું. અસુરક્ષિત અને ટોક્સિક વર્ક કલ્ચરના આરોપીની સઘન તપાસ ચાલી રહી છે. અમે ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને શ્રમ મંત્રાલયે સત્તાવાર રીતે ફરિયાદ પોતાના હાથમાં લીધી છે. 

શોભા કરંદલાજે ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરની એક પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા, તેમણે એનાના મૃત્યુને ખૂબ જ દુ:ખદ અને હેરાન ગણાવનારું ગણાવ્યું છે. તેમણે અર્ન્સ્ટ એન્ડ યંગ ઈન્ડિયામાં શોષણકારી કાર્ય વાતાવરણના તેમના પરિવારના આરોપોની તપાસની માગ કરી હતી.

માતાએ પત્રમાં શું લખ્યું હતું?

કેરળની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનાની માતા અનિતા ઓગસ્ટાઈને ઈવાઈના ચેરમેન રાજીવ મેમાનીના નામ પર લખેલા પત્રમાં લખ્યું છે કે, હું આ પત્ર એક દુ:ખી માતા તરીકે લખી રહી છું, જેણે પોતાની બાળકીને ગુમાવી દીધી છે. એના 19 માર્ચ 2024ના રોજ આવાઈ પૂણેમાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી પરંતુ ચાર મહિના બાદ 20 જુલાઈના રોજ જ્યારે મને સમાચાર મળ્યા કે એના હવે આ નથી રહી ત્યારે મારી દુનિયા ઉજડી ગઈ. મારી એના માત્ર 26 વર્ષની જ હતી.

ઓફિસના કામના ભારણના લીધે મારી દીકરીએ જીવ ગુમાવ્યો

અનિતાએ આગળ લખ્યું કે, વર્કલોડ, નવો માહોલ અને લાંબા સમય સુધી કામ કરવાના કારણે તેને ફિઝિકલ, ઈમોશનલ અને માનસિક નુકસાન થયું છે. કંપનીમાં જોડાયા બાદ તરત જ તે ચિંતા, અનિદ્રા અને તણાવનો અનુભવ કરવા લાગી હતી પરંતુ તે ખુદને આગળ વધારતી રહી. એવું માનીને કે સખત મહેનતથી એક દિવસ મને સફળતા મળશે.

પ્રેશરમાં લોકોએ આપ્યું રાજીનામું

એનાની માતાએ પત્રમાં ખુલાસો કર્યો કે, જ્યારે એના આ ટીમમાં સામેલ થઈ ત્યારે તેને જણાવામાં આવ્યું હતું કે ઘણા કર્મચારીઓએ વધુ પડતા કામને કારણે રાજીનામું આપી દીધું છે. તેના ટીમના મેનેજરે તેને કહ્યું કે એના તારે અમારી ટીમ વિશે દરેકનો અભિપ્રાય બદલવો જોઈએ તેને એ વાતનો અહેસાસ નહોતો કે, તેણે પોતાનો જીવ આપીને તેની કિંમત ચૂકવવી પડશે.

મોડી રાત સુધી અને વીકેન્ડમાં પણ કરતી હતી કામ

અનીતાએ લખ્યું કે, એના પાસે કંપનીનું ખૂબ કામ હતું. ઘણી વાર તેને આરામ કરવા માટે બહુ ઓછો સમય મળતો હતો. તેના મેનેજર મોટાભાગની મીટીંગો રીશેડ્યૂલ કરતા હતા અને દિવસના અંતે કામ સોંપતા હતા, જેના કારણે તેને મોડી રાત સુધી કામ કર કરવું પડતું હતું અને તેના તણાવ વધી જતો હતો. અહીં સુધી કે, તેને વીકેન્ડમાં પણ કામ કરવું પડતું હતું. 

રાત-રાત સુધી કામ સોંપતો હતો બોસ

મૃતિકાની માતાએ કહ્યું કે, તેના મેનેજરે એક વખત તેને રાત્રે કામ આપ્યું અને બીજા દિવસે સવાર સુધીમાં આ કામ પુરું કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં તે આખી રાત કામ કરતી રહી અને બીજા દિવસે સવારે આરામ કર્યા વિના જ ઓફિસ પહોંચી ગઈ. અંતે એનાની માતાએ કંપનીને જવાબદારી લેવા અપીલ કરી. તેમણે લખ્યું કે, નવા લોકો પર આ પ્રકારનો વર્કલોડ લાદવો, તેમને રાત-દિવસ કામ કરવા માટે મજબૂર કરવા અને રવિવારે પણ કામ આપવુ વ્યાજબી નથી.

પત્રમાં લખ્યું કે, એનાના મૃત્યુને ઈવાઈ માટે એક વેક-અપ કોલ તરીકે કામ કરવું જોઈએ. મને આશા છે કે આ પત્ર તમારા સુધી ગંભીરથી પહોંચશે જેની તે હકદાર છે. મને નથી ખબર નથી કે કોઈ હકીકતમાં માતાની લાગણીને સમજી શકે છે, પરંતુ હું આશા રાખું છું કે મારી દીકરીનો અનુભવ વાસ્તવિક પરિવર્તન તરફ દોરી જશે જેથી અન્ય કોઈ પરિવારને આ દુ:ખમાંથી પસાર ન થવું પડે. 

કંપનીએ આપ્યો જવાબ

અનીતાના પત્ર બાદ કંપનીએ કહ્યું કે એના સેબેસ્ટિયનના દુ:ખદ અને અકાળ નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ અને અમારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. એના પૂણેમાં ઈવાઈ ગ્લોબલની સભ્ય કંપની એસઆર બટલીબોયમાં ઓડિટ ટીમનો હિસ્સો હતી. દુ:ખદ રીતે તેના આશાસ્પદ કારકિર્દીનો અંત અમારા બધા માટે એક અપુરતી ખોટ છે. કોઈ પણ ઉપાય પરિવાર દ્વારા અનુભવ કરવામાં આવેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે. 


Google NewsGoogle News