અનંત અંબાણી - રાધિકાને 'શુભ આશીર્વાદ' આપવા પહોંચ્યા PM મોદી, સંતો-મહંતો તથા દેશ-વિદેશની હસ્તીઓ હાજર
Anant Ambani Radhika Merchant Wedding Reception 12 જુલાઇએ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે. નવયુગલને આશીર્વાદ મળે તે માટે અંબાણી પરિવાર તરફથી આજે ખાસ 'શુભ આશીર્વાદ' ઈવેન્ટ રાખવામાં આવી હતી. આજે બોલિવૂડ, હોલિવૂડના અનેક સેલિબ્રિટઝ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જગદ્ગુરુ શંકરાચાર્ય અને અનેક કથાવાચકો પણ અનંતને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત-રાધિકાને આપ્યા આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાણી પરિવારના 'શુભ આશીર્વાદ'માં સામેલ થયા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નીતા અંબાણીએ વડાપ્રધાનને લગ્ન સમારંભ વિશેની ખાસ જાણકારીઓ આપી હતી.
સંત-મહંત અને કથાવાચકોએ આપ્યા આશીર્વાદ
આજના કાર્યક્રમમાં જ્યોતિર્મઠ તથા દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય પણ આવ્યા હતા. નીતા અંબાણીએ પારંપરિક રીતે બંનેનું સ્વાગત કર્યું હતું. આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રી, દેવકીનંદન ઠાકુર સહિતના કથાવાચકો પણ આવ્યા હતા.
રાજનેતાઓનો જમાવડો
અનંત-રાધિકાના લગ્નમાં મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને લાલુ યાદવ આવ્યા હતા. ત્યારે આજે શુભ આશીર્વાદ કાર્યક્રમમાં પણ રાજેનતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના દિગ્ગજ નેતાઑ, આંધ્ર પ્રદેશના CM નાયડુ અને ડેપ્યુટી CM પવન કલ્યાણ, કોંગ્રેસ નેતા કમલનાથ જેવા અનેક દિગ્ગજ નેતાઑ આજે નવયુગલને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. માત્ર ભારત જ નહીં વિદેશથી પણ નેતાઑ આજના કાર્યક્રમ માટે ખાસ મુંબઈ આવ્યા હતા, બ્રિટનના પૂર્વ PM બોરિસ જોન્સન પણ આવ્યા હતા.
આ સિવાય બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન જેવા સ્ટાર્સ તથા ધોની અને સચિન જેવા સ્પોર્ટ્સના સ્ટાર્સ પણ આજે અહીં હાજર રહ્યા હતા.
જુઓ કયા કયા સ્ટાર્સ પહોંચ્યા