Get The App

પત્નીનો ચહેરો જોવો પસંદ, કામનો સમય નહીં ગુણવત્તા જરૂરી: મહિન્દ્રાએ L&T ચેરમેનના નિવેદન મુદ્દે આપી પ્રતિક્રિયા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
પત્નીનો ચહેરો જોવો પસંદ, કામનો સમય નહીં ગુણવત્તા જરૂરી: મહિન્દ્રાએ L&T ચેરમેનના નિવેદન મુદ્દે આપી પ્રતિક્રિયા 1 - image


Anand Mahindra Statement: L&Tના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનની અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ પર નવી ચર્ચા શરુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સેલિબ્રિટીઝ સુધી, એસએન સુબ્રહ્મણ્યન પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે જાણીતા બેઝનેસમેન મહિન્દ્રા ગ્રૂપના ચેરેમન આનંદ મહિન્દ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ કામની ક્વોલિટીમાં વિશ્વાસ રાખે છે, ન કે તેની ક્વોન્ટેટીમાં. 

આનંદ મહિન્દ્રાએ એક સવાલના જવાબમાં કહ્યું કે, 'હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એટલા માટે નથી કે હું એકલો છું. મારી પત્ની ખૂબ સારી છે, મને તેને જોવાનું પસંદ છે. હું સોશિયલ મીડિયા પર એટલા માટે છું, કારણ કે આ એક અદ્ભુત બિઝનેસ ટૂલ છે.' 

આ પણ વાંચો: 'હું તો 100 કલાક કામ કરુ છુ પણ..' અઠવાડિયામાં 90 કલાક કામની ચર્ચામાં ચર્ચિત બિઝનેસમેને ઝંપલાવ્યું

જણાવી દઈએ કે, સુબ્રહ્મણ્યને વધુમાં વધુ સમય ઑફિસમાં કામ કરવાની વાત કરતાં કહ્યું હતું કે, 'ઘર પર તમે કેટલો સમય પત્નીને જોતા રહેશો.'

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, 'હું નારાયણ મૂર્તિ અને અન્ય લોકોનું ખૂબ સન્માન કરું છું. એટલા માટે મને ખોટો ન સમજવો જોઈએ. પરંતુ મારે કંઈક કહેવું છે, મને લાગે છે કે આ ચર્ચા ખોટી દિશામાં જઈ રહી છે. મારું કહેવું છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ન કે કામની ક્ષમતા પર. એટલા માટે આ 48, 40 કલાક, 70 કલાક કે 90 કલાક અંગે નથી.'

આ પણ વાંચો: 40 કલાક કામ કરે છે જાપાનના લોકો, USમાં ઓવરટાઈમના પૈસા: જાણો દુનિયાભરના દેશોમાં શું છે નિયમો

તેમણે કહ્યું કે, 'આ કામ આઉટપુટ પર નિર્ભર છે. જો 10 કલાક પણ કામ હોય તો તમે શું આઉટપુટ આપી રહ્યા છો? તમે 10 કલાકમાં દુનિયા બદલી શકો છો.'

તેમણે વધુમાં કહ્યું કે, 'મારું હંમેશાથી માનવું રહ્યું છે કે, કોઈ કંપનીમાં એવા લીડર અને લોકો હોવા જોઈએ જે સમજદારીથી નિર્ણય અને પસંદગી કરે.'

આ પણ વાંચો: 90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન થયા ટ્રોલ, કંપનીએ કર્યો લૂલો બચાવ



Google NewsGoogle News