ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારમાં પ્રવેશવાની તક

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારમાં પ્રવેશવાની તક 1 - image


- MCAએ અંતિમ મંજૂરી આપીઃભારતીય કંપનીઓ હવે સીધી જ વિદેશી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરી શકશે

- કંપનીની સ્થાપનાના વર્ષના આધારે જ મંજૂરી આપવામાં આવશે ઃ એટલેકે જૂની કંપનીઓ જ વિદેશી એક્સચેન્જ પર સૂચિબદ્ધ થઈ શકશે. 

અમદાવાદ: ભારતીય કંપનીઓ હવે સીધી જ ફોરેન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ મેળવી શકશે. આ માટે કંપની એક્ટમાં કરાયેલો સુધારો ૩૦ ઓક્ટોબરથી લાગુ થઈ ગયો છે. સરકારે વિદેશી સ્ટોક એક્સચેન્જોમાં ભારતીય કંપનીઓની સીધી લિસ્ટિંગ કરવા માટે કંપની (સુધારા) અધિનિયમ, ૨૦૨૦ની કલમ ૫ માં સુધારો કર્યો હતો. હવે ભારતીય કંપનીઓ વિદેશી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે સિક્યોરિટીઝ જારી કરી શકશે.

જોકે આ પરવાનગી અમુક શરતો પૂરી કરનારી કંપનીઓને જ આપવામાં આવશે. તેઓ સરકારના પરમિશેબલ ફોરેન જ્યુર્ડિકશન હેઠળ સ્ટોક એક્સચેન્જમાં તેમના શેરની સીધી લિસ્ટિંગ કરી શકશે. હવે સરકાર ભારતીય કંપનીઓના વિદેશી લિસ્ટિંગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરશે. તેમાં જણાવવામાં આવશે કે કયા પ્રકારની સિક્યોરિટીઝ અને કંપનીઓને વિદેશના સ્ટોક એક્સચેન્જમાં ડાયરેક્ટ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ૩૧ ઓક્ટોબરે જારી કરાયેલા નોટિફિકેશનમાં માત્ર સાર્વજનિક કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સૂત્રો કહે છે કે સરકાર અનલિસ્ટેડ ખાનગી કંપનીઓને પણ આની મંજૂરી આપી શકે છે. જોકે તેમાં કંપનીની સ્થાપનાના વર્ષના આધારે જ મંજૂરી આપવામાં આવશે એટલેકે જૂની કંપનીઓ જ વિદેશી એક્સચેન્જ પર સૂચિબદ્ધ થઈ શકશે.

વર્ષની શરૂઆતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આઈએફએસસીમાં વિદેશી સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપી હતી. સરકારના આ નિર્ણયથી સ્ટાર્ટઅપ્સ અને અન્ય કંપનીઓને ગિફ્ટ આઈએફએસસી દ્વારા વૈશ્વિક બજારોમાં સીધા જ પ્રવેશવાની તક મળશે.


Google NewsGoogle News