Get The App

NSE 500 શેરો પૈકી 269 શેરોમાં બે દાયકામાં રોકાણકારોને 10 ગણાથી વધુ વળતર

- વેસ્ટલાઈફ ફૂડ વર્લ્ડમાં ૯૫૩૫, એમએમટીસીમાં ૬૦૮,પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં ૫૬૭, જેએમ ફાઈનાન્શિયલમાં ૫૪૪, પતંજલિ ફૂડ્સમાં ૪૨૭, ફિનિક્સ મિલ્સમાં ૩૫૦ ગણું વળતર

- વિશ્વના વિકાસશીલ અને વિકસીત ૧૦ બજારોના ૬૭૦૦ શેરોને આવરી લઈ કરાયેલો સર્વે

Updated: Jun 6th, 2023


Google NewsGoogle News
NSE 500 શેરો પૈકી 269 શેરોમાં બે દાયકામાં રોકાણકારોને 10 ગણાથી વધુ  વળતર 1 - image


નવી દિલ્હી : ભારતીય શેર બજારમાં એનએસઈ ૫૦૦ શેરો પૈકી ૨૬૯ શેરો એટલે કે ૫૦ ટકાથી વધુ શેરોમાં છેલ્લા એક દાયકામાં રોકાણકારોને ૧૦ ગણાથી વધુ વળતર મળ્યું છે. વિશ્વના વિકાસશીલ અને વિકસીત ૧૦ બજારોના ૬૭૦૦ શેરોને આવરી લઈ ગોલ્ડમેન સેશ દ્વારા કરાયેલા સર્વેમાં આટલું ઊંચુ વળતર એનએસઈ ૫૦૦ના ૫૦ ટકાથી વધુ  શેરોમાં મળ્યું હોવાનું જણાયું છે.

એનએસઈ ૫૦૦ પૈકી ૨૬૯ શેરોમાં વર્ષ ૨૦૦૦થી પાંચ વર્ષના રોલિંગ સમયગાળામાં આ ૧૦ ગણું  કુલ વળતર મળ્યું છે, જેમાં પ્રમુખ વેસ્ટલાઈફ ફૂડવર્લ્ડ, ભારતી એરટેલ, અદાણી ટોટલ ગેસ, પતંજલિ ફૂડ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, બીઈએમએલ, બ્લુ સ્ટાર, શ્રી સિમેન્ટ, લુપીન, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રલ, અદાણી એન્ટરપ્રાઈસીઝ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને દિપક ફર્ટિલાઈઝર્સ પ્રમુખ છે. આ ઉપરાંત આ યાદીમાં સિએન્ટ, એસ્ટ્રાઝેનેકા ફાર્મા ઈન્ડિયા, ટાટા એલેક્સી, કેઈસી ઈન્ટરનેશનલ અને ઈન્ડસઈન્ડ બેંક, આઈટીઆઈ, શ્રી રેણુકા સુગર્સ, ટાટા કેમિકલ્સ અને  એન્જિનિયર્સ ઈન્ડિયાનો સમાવેશ છે.

આ શેરોમાં છેલ્લા પાંચ વર્ષમાં વેસ્ટલાઈફ ફૂડ વર્લ્ડમાં ૯૫૩૫ ગણું, એમએમટીસીમાં ૬૦૮ ગણું, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં ૫૬૭  ગણું, જેએમ ફાઈનાન્શિયલમાં ૫૪૪ ગણું, પતંજલિ ફૂડ્સમાં ૪૨૭ ગણું, ફિનિક્સ મિલ્સમાં ૩૫૦ ગણું, કેપ્રિ ગ્લોબલ કેપિટલમાં ૩૨૨ ગણું, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં ૨૬૧ ગણું, ડેલ્ટા કોર્પમાં ૨૪૧ ગણું, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝમાં ૨૩૯ ગણું વળતર મળ્યું છે.

લુપીનમાં ૨૩૪ ગણું, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝમાં ૨૦૯ ગણું, એનસીસી ઈન્ડિયામાં ૧૮૨ ગણું, રત્નમણી મેટલ્સમાં ૧૭૦ ગણું, સિમ્ફનીમાં ૧૬૯ ગણું, કેપલિન પોઈન્ટ લેબ,માં ૧૫૪ ગણું, અવન્તિ  ફીડ્સમાં ૧૫૩ ગણું, મન્નપુરમ ફાઈનાન્સમાં ૧૪૫ ગણું, વેદાન્તામાં ૧૩૯ ગણું વળતર પાંચ વર્ષમાં જ મળ્યું છે.

જ્યારે બોરોસીલ રીન્યુએબલ્સમાં ૧૩૧ ગણું, શિલ્પા મેડીકેરમાં ૧૨૯ ગણું, બીઈએમએલમાં ૧૧૬ ગણું, ટાટા ટેલી સર્વિસિઝ મહારાષ્ટ્રમાં ૧૧૫ ગણું, ધની સર્વિસિઝમાં ૧૧૨ ગણું, જિન્દાલ સ્ટીલમાં ૧૦૪ ગણું વળતર મળ્યું છે.


Google NewsGoogle News