કેનેડા અને યુરોપ જેવા દેશો નહીં પણ ભારતના માર્ગે ચાલ્યું અમેરિકા, મોટું પગલું ભરી ચોંકાવ્યાં
US Fed News | અમેરિકાના ફેડરલ રિઝર્વે યુરોપ અને કેનેડાને નહીં પરંતુ ભારતના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે. જી હાં, યુએસ ફેડરલ રિઝર્વે પણ ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈની જેમ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે યુએસ ફેડ દ્વારા ચાલુ વર્ષે માત્ર એક જ વાર પોલિસી રેમાં કાપ મૂકવાની શક્યતાના સંકેત અપાયા હતા.
ભારતમાં ક્યારે પોલિસી રેટમાં ઘટાડો થઈ શકે?
ભારતમાં ડિસેમ્બર મહિનામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે પોલિસી રેટમાં ઘટાડો થશે. યુએસ ફેડરલ રિઝર્વે 26 જુલાઈ પછી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને પોલિસી રેટ 5.25 થી 5.50 ટકાની રેન્જમાં રાખ્યા છે.
આરબીઆઈએ શું લીધો હતો નિર્ણય
બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023 થી તેના રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 6.50 ટકા પર જાળવી રાખ્યો છે. તેનાથી વિપરિત, ગયા અઠવાડિયે કેનેડા અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરીને વિશ્વને સંકેતો આપ્યા હતા. ફેડ પોલિસીની જાહેરાત બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દિલ્હીથી લઈને વોશિંગ્ટન સુધી દરેક લોકો મોંઘવારી સામેની લડાઈ ચાલુ રાખવા માંગે છે.
કોઈ ફેરફાર ન કર્યો
યુએસ ફેડરલ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવું પણ સૂચવવામાં આવ્યું છે કે દરમાં ઘટાડો આ વર્ષમાં માત્ર એક જ વાર અપેક્ષિત છે. યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે, પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે.