Get The App

અંબાણી પરિવારને મળી ધમકી, મુંબઈથી એક શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો

Updated: Aug 15th, 2022


Google NewsGoogle News
અંબાણી પરિવારને મળી ધમકી, મુંબઈથી એક શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો 1 - image


- એકથી વધારે વખત કોલ કરીને ધમકીઓ આપવામાં આવી છે અને પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ આરંભી છે. 

મુંબઈ, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના રિસેપ્શન પર ફોન કરીને ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ હોસ્પિટલે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે એકથી વધારે વખત કોલ કરીને ધમકીઓ આપવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ આરંભી છે. પોલીસે આ કેસ અંતર્ગત મુંબઈથી એક શખ્સને કસ્ટડીમાં લીધો હોવાનું પણ સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યના હાથમાં જોવા મળ્યો તિરંગો

રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિશનદાસ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. કોલ કરનારા શખ્સે મુકેશ અંબાણી તથા તેમના પરિવાર માટે ધમકી આપી હતી. ત્યાર બાદ હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. ધમકીભર્યા અનેક કોલ આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને પોલીસે તેની તપાસ આરંભી છે. 

એન્ટીલિયા કાંડ બાદ ફરી અંબાણી પરિવારને ધમકી મળી છે. જાણવા મળ્યા મુજબ કુલ 3 વખત આ પ્રકારના કોલ આવ્યા હતા અને પોલીસ તેને વેરિફાય કરવા પ્રયત્ન કરી રહી છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન મુકેશ અંબાણીના ઘર બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી જેમાં જિલેટિનની 20 સ્ટીક હતી. મહારાષ્ટ્ર એટીએસ ઉપરાંત એનઆઈએ દ્વારા તે મામલે તપાસ કરવામાં આવી હતી. 



Google NewsGoogle News