VIDEO: રોહિત-હાર્દિકને સ્ટેજ પર બોલાવતા જ રડી પડ્યા નીતા અંબાણી, અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં કરાયું સન્માન

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Neeta Ambani With Suryakumar Yadav, Rohit Sharma And Hardik Pandya


Ambani Family Celebrates Team India Victory: ICC T20 વર્લ્ડ કપ 2024ના વિજેતાઓના ભારત પરત ફર્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને દેશવાસીઓની ભાવનાઓ ચરમસીમાએ છે તેમજ દરેક વ્યક્તિ ટીમ ઇન્ડિયાનું સન્માન કરવા માંગે છે. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહ-સ્થાપક નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાનું તેમના પુત્રના સંગીત સમારોહ દરમિયાન સન્માન કર્યું હતું. આ દરમિયાન નીતા અંબાણી ભાવુક થઇ ગઇ હતી.


નીતા અંબાણીના આંસુ સરી પડ્યા હતા

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં નીતા અંબાણીને ભાવુક થતા જોઈ શકાય છે. નીતા અંબાણીએ રોહિત શર્માને સ્ટેજ પર બોલાવ્યા ત્યારે 'લહરા દો...લહરા દો' ગીત વાગી રહ્યું હતું. આ ક્ષણે દરેક લોકો થોડા સમય માટે ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન નીતા અંબાણીના પણ આંસુ સરી પડ્યા હતા. ત્યારબાદ તેણે હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવને પણ સ્ટેજ પર બોલાવી ત્રણેય ખેલાડીઓનું સન્માન કર્યું હતું.

મારા બીજા પરિવારે દેશને ગૌરવ અપાવ્યુંઃ નીતા અંબાણી

ભારતીય ટીમના ત્રણેય ખેલાડીઓનું સન્માન કરતી વખતે નીતા અંબાણીએ કહ્યું કે, અમે બધા અહીં એક પરિવાર છીએ. પરંતુ મારો બીજો પરિવાર પણ છે, જેણે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે અને દરેકના હૃદય ગર્વથી ભરી દીધા છે. તેણે આગળ કહ્યું કે, હું જણાવી નથી સકતી કે આજે મુંબઇ ઇન્ડિયન્સનો પરિવાર મારી સાથે છે તો હું કેટલી ખુશ છું. આજે ઉજવણીનો દિવસ છે. જો કે, આ ઉજવણી અનંત અને રાધીકા માટે નથી પરંતુ આજે આપણે ભારતની જીત માટે ઉજવણી કરી રહ્યા છે.


ખેલાડીઓ સાથે પૂજા કરી

અંબાણી પરિવાર હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે અનંત-રાધિકાના સંગીત સેરેમની વચ્ચે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી હતી. આ અંગે મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ભારતીય કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહનો હાથ પકડીને પૂજા માટે લઈ જતી જોવા મળી હતી. આ પછી હાર્દિક, રોહિત અને સૂર્યકુમાર યાદવે પણ તેની સાથે પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન સૂર્યાની પત્ની અને હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળ્યો હતો.


રોહિતે કેમ પકડ્યું માથું?

જ્યારે નીતા અંબાણીએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને સ્ટેજ પર બોલાવ્યો તો તેણે તેનું માથું પકડી લીધું હતું. હકીકતમાં, રોહિતને આશા નહોતી કે નીતા અંબાણી તેને સ્ટેજ પર આવવા માટે કહેશે અને તે તેના માટે તૈયાર નહોતો. આવી સ્થિતિમાં જ્યારે નીતા અંબાણીએ તેનું નામ લીધું તો તે ચોંકી ગયો અને હસીને પોતાનું માથું પકડી લીધું હતું.



Google NewsGoogle News