એલન મસ્કએ પોતાની કંપની ટેસ્લા ઇંકના અંદાજે 5.7 અબજ ડોલર મૂલ્યના શેરનું દાન કર્યુ

ટેસ્લાએ યૂએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ કમીશનને આપેલી માહિતીમાં ખુલાસો

કેટલાકે અટકળ લગાવી કે શેર ગિફટ કરવાથી ટેકસમાં ફાયદો મળી શકે તેમ હશે

Updated: Feb 15th, 2022

એલન મસ્કએ પોતાની કંપની ટેસ્લા ઇંકના અંદાજે 5.7 અબજ ડોલર મૂલ્યના શેરનું દાન કર્યુ 1 - image

નવી દિલ્હી,15 ફ્રેબ્રુઆરી,2022,મંગળવાર 

દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્કએ પોતાની કંપની ટેસ્લા ઇંકના અંદાજે 5.7 અબજ ડોલર મૂલ્યના શેર દાન કરી દીધા છે. આ દાન એલને ગત વર્ષ 19 નવેમ્બરથી 29 નવેમ્બર વચ્ચે કર્યા હતા. આ શેર દાન એક ચેરિટી માટે આપ્યું હતું. ટેસ્લાએ યૂએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ કમીશનને આપેલી જાણકારીમાં બહાર આવી છે. દુનિયાના સૌથી ધનાઢય અને સ્ટાર્ટઅપ કિંગનું આ નવું જ સ્વરુપ દુનિયાને જોવા મળ્યું છે. 

જો કે આ દાન કઇ સંસ્થાને આપ્યું છે તેનો કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. એલન મસ્કે વર્ષ 2021માં મોટી માત્રામાં શેર વેચ્યા હતા. તેણે ટ્વીટર પોલ પર લોકોનો અભિપ્રાય જાણીને 16.4 અબજ ડોલર કિંમતના શેર વેચ્યા હતા. એટલું જ નહી ટેસ્લામાં 10 ટકા ભાગીદારી વેચવી જોઇએ કે નહી એ બાબતે પણ મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું હતું.  એલન મસ્કની નેટવર્થ 227 અબજ ડોલર છે.એલન મસ્ક દ્વારા આટલી મોટી રકમનું દાન કરવા પાછળ કેટલાકે એવી અટકળ લગાવી છે કે જો એલન મસ્ક શેર ગિફટ કરે તો તેમને ટેકસમાં ફાયદો મળી શકે તેમ હશે. આવું એટલા માટે કે ચેરિટી સંસ્થાઓમાં દાન કરવાથી કેપિટલ ગેન્સ ટેકસ લાગતો નથી. એલન મસ્કે 2001માં મસ્ક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન પાસે 20 કરોડ ડોલર કરતા પણ વધારે મૂલ્યની સંપતિ છે. 

Gujarat