Get The App

વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને અમદાવાદની ટિકિટ 40 હજારને પાર, એરલાઈન્સની વધુ એક દિવાળી આવી, જાણો ભાડુ

ભારત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચતાની સાથે જ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

જેને ધ્યાનમાં લઈને એરલાઈન્સે ભાડાંની સાથે ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને અમદાવાદની ટિકિટ 40 હજારને પાર, એરલાઈન્સની વધુ એક દિવાળી આવી, જાણો ભાડુ 1 - image


Air Fares Rises: અમદાવાદમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલના કારણે એર ટીકીટના ભાડામાં વધારો થયો છે. જે વધીને 40 હજાર સુધી પહોંચી ગયું છે. ભારત વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચતા એરલાઇન્સને પણ ખુબ ફાયદો થયો છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ રમાશે જેને જોવા માટે અમદાવાદ આવવા લોકોમાં હરિફાઈ જેવો માહોલ છે. આટલી માંગના કારણે એરલાઇન્સે અમદાવાદ આવવા જવા માટે ફ્લાઈટમાં વધારો કરવાની જરૂર પડી છે. માંગ વધતાની સાથે જ ભાડામાં પણ વધારો થતો જોવા મળે છે.

ક્યાંથી કેટલું ભાડું?

18 નવેમ્બરે મુંબઈથી અમદાવાદ આવતી 18 ફ્લાઈટ છે. જેમાંથી મોટાભાગની ફુલ છે. જેમાં હવે એરલાઇન્સ ડીરેક્ટ ફ્લાઈટ કરતા દિલ્લી અને બેંગલોર જેવા અન્ય શહેરોથી ફ્લાઈટની તૈયારીઓ કરી રહી છે. જેમાં દિલ્લીથી અમદાવાદનું ભાડું 14 થી 39 હજાર સુધી પહોચી ગયું છે. જયારે મુંબઈથી 10 થી 32 હજાર ચુકવવા પડે છે. તેમજ બેંગલોરથી 27 થી 33 હજાર સુધી ભાડું છે અને કોલકાતાથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું 40 હજાર છે. જેથી કહી શકાય કે એરલાઇન્સ માટે વધુ એક દિવાળી આવી છે. 

અમદાવાદ ઉપરાંત વડોદરાની ફ્લાઈટના ભાડામાં પણ વધારો થયો 

વડોદરાથી અમદાવાદ માત્ર  2 કલાકમાં પહોંચી શકાય છે આથી જિલ્લા વડોદરા જનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. જેના કારણે મુંબઈ અને દિલ્હીથી વડોદરાની ફ્લાઈટ પણ મોંઘી થઈ રહી છે. વધતી જતી માંગના કારણે એરલાઇન્સ માત્ર ભાડામાં જ નહિ પરંતુ માંગને પહોંચી વળવા વધુ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરી રહી છે. 


Google NewsGoogle News