વિસ્તારાની મોટી જાહેરાત, કહ્યું- ‘હવે 12 નવેમ્બરથી કોઈપણ ફ્લાઈટ નહીં ઉડે, ત્રણ ડિસેમ્બરથી બુકિંગ પણ બંધ’
Air India And Vistara Airlines Merger : એર ઈન્ડિયા અને વિસ્તાર એરલાઈન્સના મર્જરની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. બંને વચ્ચે ડિસેમ્બર-2024માં મર્જર પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે. આ અંગે વિસ્તાર એરલાઈન્સે ફ્લાઈટના ઉડ્ડયન અંગે અને બુકિંગ અંગે મહત્વની જાહેરાત કરી છે.
વિસ્તારા એરલાઈન્સે આજે કરી મહત્વની જાહેરાત
વિસ્તારા એરલાઈન્સે આજે મહત્વની જાહેરાત કરતાં કહ્યું છેકે, ‘અમારી છેલ્લી ફ્લાઈટ 11મી નવેમ્બરે ટેકઓફ કરશે અને અમે ત્રણ ડિસેમ્બરથી બુકિંગ પણ બંધ કરીશું. ત્યારબાદ કોઈપણ બુકિંગ કરવામાં આવશે નહીં. 12 નવેમ્બરથી અમારી કોઈપણ ફ્લાઈટ ઉડશે નહીં.’ વિસ્તારાની જાહેરાત બાદ તેનું એર ઈન્ડિયા સાથે મર્જર ઉપરાંત તેની ફ્લાઈટની છેલ્લી તારીખ પણ સામે આવી ગઈ છે.
આ પણ વાંચો : NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે
એર ઈન્ડિયાને સોંપવામાં આવશે વિસ્તારાના એરક્રાફ્ટ
વિસ્તારા એરલાઈને શુક્રવારે કહ્યું હતું કે, ‘અમારી ફ્લાઈટ 11 નવેમ્બરે છેલ્લી ઉડાન ભરશે, ત્યારબાદ અમારા તમામ એરક્રાફ્ટ એર ઈન્ડિયા (Air India)ને સોંપી દેવામાં આવશે. 11 નવેમ્બરે ફ્લાઈટના કામકાજમાં અને બુકિંગમાં કોઈપણ સમસ્યા નહીં આવે. આમાં મુસાફરોએ પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
મર્જર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે: વિસ્તારના CEO
વિસ્તારાના સીઈઓ વુનોદ કન્નને (Vinod Kannan) કહ્યું કે, અમને છેલ્લા 10 વર્ષ સુધી સાથ આપનારા મુસાફરોનો અમે આભાર માનીએ છીએ. અમે અમારા એર ઈન્ડિયા સાથેના નવા સફરથી ઉત્સાહિત છીએ. એર ઈન્ડિયા અને વિસ્તારા વચ્ચેની મર્જર પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. હવે અમે એર ઈન્ડિયાના વિશાળ નેટવર્ક દ્વારા ગ્રાહકોને વધુ સુવિધા આપી શકીશું.
આ પણ વાંચો : શરદ પવારે Z+ સિક્યુરિટી લેવાની પાડી ના, શું કોઈ VIP આવી રીતે ના પાડી શકે, જાણો નિયમ