એર ઈન્ડિયાને DGCAએ ફટકાર્યો 1.10 કરોડનો દંડ, સેફ્ટી નિયમોના ઉલ્લંઘન મામલે થઈ કાર્યવાહી
- DGCAએ દંડની ડિટેલ્સ અને તે ખાસ ઘટનાનો હાલ કોઈ ખુલાસો નથી કર્યો જેના માટે દંડ ફટકારવામાં આવ્યો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર
Air India Penalty: સિવિએલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે. DGCAએ એર ઈન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે DGCAએ એરલાઈન પર મોટી કાર્યવાહી કરી છે.
એર ઈન્ડિયા પર એન્ફોર્સમેન્ટ એક્શન પણ શરૂ
લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઈન્ડિયા દ્વારા ઉડાવવામાં આવી રહેલી ફ્લાઈટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો પર DGCAએ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી પણ શરૂ કરી છે. DGCAએ દંડની ડિટેલ્સ અને તે ખાસ ઘટનાનો હાલ કોઈ ખુલાસો નથી કર્યો જેના માટે દંડ ફટકારવામાં આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં હાલમાં અનેક અનિયમિતતાની ઘટનાઓ બની છે અને આ જ કારણોસર સુરક્ષા ઉલ્લંઘન માટે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
છેલ્લા કેટલાક મહિનામાં એર ઈન્ડિયા સાથે જોડાયેલા કેટલાક મામલા સામે આવ્યા
તાજેતરના કેટલાક મહિનામાં એર ઈન્ડિયા સાથે જોડાયેલા અનેક મામલા સામે આવ્યા છે. જેમાં વેજિટેરિયન યાત્રીને નોનવેજ ભોજન પીરસવાથી લઈને ફ્લાઈટની છત પરથી પાણી ટપકવા જેવા મામલા પણ સામેલ છે. પ્લેનની છત પરથી પાણી ટપકવાનો મામલો તો એર ઈન્ડિયા બોઈંગ બી 787 ડ્રીમ લાઈનનો છે જેનો વીડિયો વાયુ વેગે વાયરલ થયો હતો.
ઈન્ડિગો પર પણ હાલમાં દંડ ફટકારાયો હતો
તાજેતરમાં ઈન્ડિગો પર પણ રૂ. 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેની એક ફ્લાઈટના પેસેન્જરો રસ્તા પર આવી ખાવાનું ખાવા લાગ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ સ્વીકાર ન કરી શકાય.