તહેવારોની સિઝનમાં ફ્લાઇટના ભાડામાં થઇ શકે છે વધારો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
તહેવારોની સિઝનમાં ફ્લાઇટના ભાડામાં થઇ શકે છે વધારો 1 - image


નવી દિલ્હી,તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર 

ભારતમાં આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. તહેવારોની સિઝનમાં લોકો મોટી સંખ્યામાં પોતાના ઘર તરફ જતા હોય છે અથવા તો પરિવાર સાથે ફરવો પ્લાન બનાવતા હોય છે. 

આવી સ્થિતિમાં દેશ-વિદેશથી હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. જેના કારણે મુખ્ય આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઈટ્સની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ તહેવારો અને શિયાળાની રજાઓમાં માંગ વધવાની શક્યતા છે, પરંતુ ગો ફર્સ્ટ કટોકટીના કારણે હવાઈ ભાડામાં વધારો થવાની ધારણા છે.

એક અહેવાલ મુજબ, નિષ્ણાતોનું કહેવું છે કે, નાણાકીય સંકટને કારણે, નિશ્ચિત ક્વોટા હોવા છતાં, ગો ફર્સ્ટને કોર્ટના પ્રતિબંધને કારણે આંતરરાષ્ટ્રીય માર્ગો પર ઉડાન ભરવાની મંજૂરી મળી નથી. 

આવી સ્થિતિમાં તેની અસર ફ્લાઇટની સંખ્યા પર જોવા મળશે અને હવાઇ ભાડા મોંઘા થવાની સંભાવના છે.

કયા દેશો વચ્ચે કેટલી ફ્લાઈટ્સ ઓપરેટ થશે તે બંને દેશોની સરકારો વચ્ચે નક્કી થાય છે. આવી સ્થિતિમાં, સરકાર તમામ એરલાઇન્સ માટે ક્વોટા નક્કી કરે છે જેના કારણે તે એરલાઇન્સને વધુ ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી નથી. 

ગો ફર્સ્ટ નાદારીની પ્રક્રિયા શરૂ કરે તે પહેલાં, કંપનીએ થાઈલેન્ડ, અબુ ધાબી, સિંગાપોર અને ઓમાન જેવા દેશો માટે ઓપરેટિંગ અધિકારો મેળવ્યા હતા. ગો ફર્સ્ટને 8000 સીટ, મલેશિયાને 3000, અબુ ધાબીને 9000 અને સિંગાપોરને કુલ 1200 સીટ ફાળવવામાં આવી હતી.

એવિગેશન સેક્ટર સાથે જોડાયેલા ઘણા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘણા સમયથી ઘણી એરલાઇન્સ કંપનીઓ સરકારને વિવિધ કંપનીઓ વચ્ચે ગો ફર્સ્ટ ક્વોટાના ફ્લાઇટ રાઇટ્સનું અલગ અલગ કંપનીઓ વચ્ચે વેચવાની વિનંતી કરી રહી છે, પરંતુ હાલમાં સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. 

આવી સ્થિતિમાં, આગામી તહેવારોની સિઝન, ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અને ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન માંગ વધવાને કારણે હવાઈ ભાડામાં વધારો થવાની સંભાવના છે.


Google NewsGoogle News