એર અરેબિયાનું 5,00,000 સીટ પર અર્લી બર્ડ પ્રમોશન, ફક્ત રૂ. 5914 થી શરૂ
UAE (શારજહાં, અબુધાબી, અને રાસ અલ ખૈમાહ)ના ત્રણ એરપોર્ટ ઉપરાંત મિલાન, વિયેના, કૈરો, ક્રોકો, એથન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, નૈરોબી સહિત અન્ય ઘણા દેશોની મુલાકાત લઈ શકશો
એર અરેબિયાનું 5,00,000 સીટ પર અર્લી બર્ડ પ્રમોશન, ફક્ત રૂ. 5914 થી શરૂ |
Air Arabia : મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાની લો-કોસ્ટ કેરિયર એર અરેબિયા 5,00,000 સીટ પર ડિસ્કાઉન્ટ ઓફર સાથે તેના સમગ્ર નેટવર્ક પર એક્સ્ટ્રા ઓર્ડિનરી અર્લી બર્ડ પ્રમોશન સેલ 'સુપર સીટ સેલ' શરૂ કર્યો છે. આ પ્રમોશનમાં ભારતમાંથી યુનાઈટેડ અરબ એમિરેટ્સ (શારજહાં, અબુધાબી, અને રાસ અલ ખૈમાહ)ના ત્રણ એરપોર્ટ ઉપરાંત મિલાન, વિયેના, કૈરો, ક્રોકો, એથન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, નૈરોબી સહિત અન્ય ઘણા દેશોની મુલાકાત નોનસ્ટોપ ફ્લાઈટ મારફત માત્ર રૂ. 5914 માં લઈ શકાશે.
આ અર્લી બર્ડ ઓફર માટે બુકિંગ 17 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2025 સુધી ચાલુ રહેશે. જેમાં 1 સપ્ટેમ્બર, 2025 થી માર્ચ, 2026 સુધી ટ્રાવેલિંગ કરી શકાશે.
આ સેલ હેઠળ પેસેન્જર મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, કોલકાતા, જયપુર, નાગપુર, ગોવા, થિરુવનંતપુરમ, કોચી, કોઈમ્બતુર, અને કોઝિકોડેથી યુએઈના શારજહાં, અબુધાબી અને રાસ અલ ખૈમાહ એરપોર્ટ ઉપરાંત અન્ય દેશોની મુલાકાત માત્ર રૂ. 5914 માં લઈ શકશે.
યુએઈ, મોરોક્કો, ઈજિપ્તમાં તેના પાંચ સ્ટ્રેટેજિક હબ સાથે 200 રૂટ પર સંચાલિત એર અરેબિયા એવિએશન ઈન્ડસ્ટ્રીની ટોચની એરલાઈન તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. જે ઓછા ભાડામાં તેના ગ્રાહકોને સુલભ, અનુકૂળ અને શ્રેષ્ઠ મૂલ્યો સાથે હવાઈ મુસાફરીનો યાદગાર અનુભવ આપવા પ્રતિબદ્ધ એવોર્ડ વિનિંગ એરલાઈન છે.
વધુ માહિતી અને તમારી આગામી ટ્રીપ બુક કરવા માટે સંપર્ક કરો airarabia.com