Get The App

શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર 1 - image


Stock Market Trading: વ્યાપક તેજી, નવા રોકાણકાર માટે નોંધણીની પ્રક્રિયા ઝડપી (ઈ કેવાયસી) અને ઈન્ટરનેટ અને મોબાઈલ એપ ટ્રેડિંગની સરળતાના કારણે દેશભરમાં વધુને વધુ નવા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાયા છે. શેરબજારના કેશ સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર 53 ટકા વધ્યું છે. પરંતુ આઈપીઓ રોકાણમાં મહારાષ્ટ્રને હડસેલી ગુજરાત હવે નંબર એક થયું છે તેમ કેશ ટ્રેડિંગમાં પણ ગુજરાત હવે દેશમાં બીજા સ્થાને આવ્યું છે. ગુજરાતમાં ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ ટર્નઓવર 20,137 કરોડ રૂપિયા નોંધાયું છે જે વર્ષ 2021માં 4475 કરોડ રૂપિયા હતું. ગુજરાતમાં ટર્નઓવરમાં 3.5 ગણો વધારો જોવા મળ્યો છે.

ટોચના ટ્રેડિંગ સેન્ટરમાં વડોદરા અને રાજકોટનો પણ સમાવેશ

કેશ સેગમેન્ટમાં સૌથી વધુ ટ્રેડિંગ ધરાવતા શહેરોમાં મુંબઈ પ્રથમ ક્રમે છે. દેશની આર્થિક રાજધાની, મોટા બ્રોકર્સ, ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, મ્યુચ્યુઅલ ફંડની કચેરીઓ અહી હોવાથી સ્વાભાવિક મુંબઈ સૌથી આગળ છે. પરંતુ બીજા ક્રમે રિટેલ રોકાણકારોના સહારે અમદાવાદ આવે છે. ઓક્ટોબર 2021માં અમદાવાદમાં દૈનિક સરેરાશ ટર્નઓવર 3,655 કરોડ રૂપિયા હતું જે ઓક્ટોબર  2024માં 4.3 ગણું વધી 19,408 કરોડ રૂપિયા થયું છે. જો કે, અમદાવાદના ટર્નઓવરની વૃદ્ધિ સામે રાજકોટ અને વડોદરામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં દૈનિક 612 કરોડ રૂપિયા અને વડોદરાથી દૈનિક 117  કરોડ રૂપિયાનો શેરબજારનો કારોબાર જોવા મળે છે. બીએસઈ અને એનએસઈ ઉપર થતા કુલ સોદામાં ગુજરાતનો હિસ્સો લગભગ 20 ટકા જેટલો થઈ ગયો છે એટલે કે કુલ પાંચ ટ્રેડમાંથી એક ગુજરાતમાંથી થાય છે એમ કહી શકાય.

શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર 2 - image

આ પણ વાંચો: મહાકુંભના નામે ભક્તોને લૂંટવાનું શરૂ, વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું


કોરોનામાં લોકડાઉન બાદ શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ માટે આકર્ષણ જોવા મળી રહ્યું છે. દેશમાં સ્થિર સરકાર, મજબૂત નાણાકીય વ્યવસ્થા અને રોકાણ માટે સ્ટોક માર્કેટમાં વધી રહેલા વિકલ્પોના (વ્યાપક રીતે નવી કંપનીઓના લીસ્ટીંગ, ન્યૂ એજ ઈકોનોમીના કારણે માત્ર લાર્જ કેપ કે બ્લૂચીપ નહીં પણ સ્મોલ અને મિડકેપ કંપનીઓનું આકર્ષણ)ના કારણે રોકાણકારો સતત વધી રહ્યા છે. 

શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર 3 - image

દેશની અર્થવ્યવસ્થામાં જોવા મળેલા સુધારાની અસરથી નવા રોકાણકારો બજારમાં આવી રહ્યા છે. એકલા ગુજરાતમાં ડિસેમ્બર 2021ના અંતે એક કરોડ રોકાણકાર નોંધાયેલા હતા જે ડિસેમ્બર 2024માં વધી 1.88 કરોડ થઇ ગયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર નવા રોકાણકારોની નોંધણીમાં આગળ પડતા 10 જિલ્લાઓમાં ગુજરાતના ત્રણથી ચાર જિલ્લાઓ આ સમયગાળામાં જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં શેરબજારના મોટા કેન્દ્રો ગણાતા અમદાવાદ અને રાજકોટ સામે હવે સુરત, ભાવનગર અને વડોદરામાં પણ નવા રોકાણકારો આવી રહ્યા હોવાનું એનએસઈના ડેટા ઉપરથી જોવા મળે છે.

શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર 4 - image


Google NewsGoogle News