Get The App

અમદાવાદ સોનું ઉછળી રૂ.64000, ચાંદી રૂ.75000ને પાર

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
અમદાવાદ સોનું ઉછળી રૂ.64000, ચાંદી રૂ.75000ને પાર 1 - image


- ચીને 17 થી 18 ટન સોનું ખરીદ્યું હોવાના નિર્દેશો

- વૈશ્વિક ડોલર ઈન્ડેકસ ઘટી 104ની અંદર ત્રણ મહિનાના તળિયે ઉતરતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું

મુંબઈ : વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તથા અમેરિકાના બોન્ડની યીલ્ડમાં  ઘટાડો જોવા મળતા તેના પગલે વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. આ અહેવાલો પાછળ ઘરઆંગણાના બુલિયન બજારોમા તેજી તરફી વલણ રહ્યુ હતું. અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ઉછળીને રૂ.૬૪૦૦૦ને સ્પર્શયું હતું.જ્યારે ચાંદીએ રૂ.૭૫૦૦૦ની સપાટી કૂદાવી હતી.  વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીની ચાલ આગળ વધી હતી. 

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ હતી પરંતુ બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૦૦૦થી ૨૦૦૧ વાલા ઉછળી ઉંચામાં ભાવ ૨૦૧૮ થઈ ૨૦૧૨થી ૨૦૧૩ ડોલર રહ્યા હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૨૪.૩૩ વાળા વધી ૨૪.૮૨ થઈ ૨૪.૭૫થી ૨૪.૭૬ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૭૫૫૦૦ રહ્યા હતા  વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટી ૧૦૪ની અંદર ઉતરી ૧૦૩.૫૦ થતાં ૩ મહિનાની નવી નીચી સપાટી આ ઈન્ડેક્સમાં જોવા મળી હતી.

 મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે  ડોલરના ભાવ જોકે  રૂ.૮૩.૩૪ વાળા રૂ.૮૩.૪૦થી ૮૩.૪૧  થઈ રૂ.૮૩.૩૮થી ૮૩.૩૯ આસપાસ બોલાઈ રહ્યા હતા. અમેરિકા તથા યુરોપમાં આ સપ્તાહમાં  બહાર પડનારા ફુગાવાના આઈંકડાઓ પર બજારની નજર રહી હતી. દરમિયાન, ચીનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોફીટના આંકડા નબળા આવતા વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના તથા કોપરના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૦ થી ૦.૫૫ ટકા નરમ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૦.૫૮ વાળા નીચામાં ૭૯.૧૩ થઈ ૭૯.૬૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૫.૫૪ વાળા નીચામાં  ૭૪.૦૬ થઈ ૭૪.૨૫ ડોલર રહ્યા હતા. ક્રૂજતેલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની ગુરવારે મળનારી મિટિંગ પર  બજારની નજર રહી હતી. આ મિટિંગમાં ઉત્પાદનમાં ઘટાડો કરવા વિશે કેવો નિર્ણય કરવામાં આવે છે  તેના પર બજારની નજર રહી હતી.

 દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઉછળી ૬ મહિનાની ટોચે પહોંચી ગયા હતા. વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૫ વાળા ૯૪૨ થઈ ૯૩૬થી ૯૩૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૦૭૪ વાળા વધી ૧૦૯૦ થઈ ૧૦૮૫થી ૧૦૮૬ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારના નિર્દેશો મુજબ ચીન દ્વારા વિતેલા સપ્તાહમાં  વધુ આશરે ૧૭થી ૧૮ ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી. ચીનની સરકાર હાલ ડોલર ેવંચી પોતાની કરન્સી યુઆનની ખરીદી કરી રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારંમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૪૦૦ વાળા રૂ.૬૧૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૬૫૦ વાળા રૂ.૬૧૯૫૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૪૦૦૦ વાળા રૂ.૭૪૮૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં  જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.


Google NewsGoogle News