તેજીનો આખલો દોડ્યો, શેરબજારમાં ઉછાળો થતાં નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 791 અંકની છલાંગ
બીએસઈના 30 શેરમાંથી 19 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા
Stock Market: આજે સવારે શાનદાર શરૂઆત બાદ બપોરે શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. નિફ્ટીએ ઈતિહાસ રચતા ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 200 અંક વધીને 21,848.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સાથે BSE સેન્સેક્સ જેમાં 30 શેરનો સમાવેશ થાય છે તે 791 અંક વધીને 72,513 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારો થયા માલામાલ
શેરબજારમાં શાનદાર ગ્રોથના કારણે BSE સેન્સેક્સનું એમ-કેપમાં પણ વધારો થયો હતો. રોકાણકારોની સંપત્તિ ગઈ કાલે નોંધાયેલી રૂ. 370.47 લાખ કરોડની સરખામણીએ આજે રૂ. 2.5 લાખ કરોડ વધીને રૂ. 372.98 લાખ કરોડ થઈ છે.એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો થયો છે.
ગઈકાલે નિફ્ટી 21,647.20 પર બંધ થયો હતો, જ્યારે શુક્રવારે તે 21,773.55 પર ખૂલ્યો હતો અને બપોરે તે 21,848.20ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે શુક્રવારે સેન્સેક્સ 72,148.07 ના સ્તરે ખુલ્યો હતો અને 791 અંકના ઉછાળા સાથે 72,513 પોઈન્ટ પર પહોંચ્યો હતો.