Get The App

શેરબજારમાં વોલેટીલિટી વચ્ચે ડોલરસામે રૂપિયો વધ્યા પછી ફરી નીચો ઉતર્યો

- ડોલર સામે ન્યુઝીલેન્ડની કરન્સી ગબડી નવા નીચા તળિયે ઉતરી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં વોલેટીલિટી વચ્ચે ડોલરસામે રૂપિયો વધ્યા પછી ફરી નીચો ઉતર્યો 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ધીમા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૩.૯૭ વાળા સવારે રૂ.૮૩.૯૨ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૯૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૯૬ રહ્યા હતા. શેરબજાર આરંભમાં વધ્યા પછી બપોર પછી ફરી ઘટાડા પર રહેતાં કરન્સી બજારમાં પણ આરંભમાં રૂપિયો મજબૂત રહ્યા પછી ફરી ઘટાડા પર રહ્યો હતો એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

રિઝર્વ બેન્કની ધિરાણ નીતિમાં  વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. પરંતુ આગળ ઉપર મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવાં સંકેતો રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ફેજરલ રિઝર્વની છેલ્લી જે મિટિંગ મળી હતી એ મિટિંગને બહાર પડનારી મિનિટસ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.

દરમિયાન, ન્યુઝીલેન્ડમાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં વિશ્વ બજારમાં ડોલર સામે ન્યુઝીલેન્ડની કરન્સી ગબડી ૧૯ ઓગસ્ટ પછીના નવા નીચા તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા. હવે અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર રહી હતી. ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવ ગબડી ૧૬ સપ્ટેમ્બર પછીના નવા તળિયે ઉતર્યા હતા. 

દરમિયાન, વિશ્વ  બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૨.૫૫ વાળો નીચામાં ૧૦૨.૪૬ થયા પછી ઉંચામાં ૧૦૨.૭૨ થઈ ૧૦૨.૬૧ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૯.૬૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૯.૮૯ રહ્યા હતા, જયારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૮ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૧.૯૪ થઈ છેલ્લે ભાવ રૂ.૯૨.૦૮ રહ્યા હતા. 

forex

Google NewsGoogle News