સોનામાં ઈમ્પોર્ટ ડયુટી ઘટયા પછી હવે જીએસટી વધારવા ગોઠવાતો તખ્તો

- સોના-ચાંદીમાં આંચકા પચાવી ઘટાડે સ્થિર થવા મથતા ભાવ

- ઈમ્પોર્ટ ડયુટી ઘટયા પૂર્વે ઝવેરીઓ પાસે ૩૦૦ ટન સોનાનો સ્ટોક પડયો હતો તેમાં ભાવ તૂટતાં મોટી નુકશાનીનો વારો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સોનામાં ઈમ્પોર્ટ ડયુટી ઘટયા પછી હવે જીએસટી વધારવા ગોઠવાતો તખ્તો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.ત પરંતુ ઘટાડાનો વેગ આજે ધીમો  પડયો હતો.  વિશ્વ બજારના સમાચાર ઘટયા ભાવથી પ્રત્યાઘાતી સુધારો બતાવતા હતા. દરમિયાન બજેટમાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી નાણાંપ્રધાન ઘટાડયા પછી હવે બજારમાં ચર્ચાતી વાતો મુજબ સરકાર કદાચ સોના-ચાંદી પરની જીએસટી ૩ ટકાથી વધારી ૫ ટકા કરશે એેવી શક્યતા જાણકારો બતાવતા હતા.

દરમિયાન, બજારના જાણકારોના જણાવ્યા મુજબ બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવામાં આવી એ પૂર્વે દેશના ઝવેરીઓ પાસે સોનાનો આશરે ૩૦૦ ટનનો સિલ્લક સ્ટોક પડયો હતો અને બજટે પછી ભાવ ગબડતાં હવે આ સ્ટોકનું મુલ્ય નોંધપાત્ર ઘટયું છે.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ પણ ઘટતા અટકી કિલોદીઠ રૂ.૮૨૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ પણ ઘટતા અટકી કિલોદીઠ રૂ.૮૨૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૩૬૯થી ૨૩૭૦ વાળા આજે નીચામાં ૨૩૫૫ તથા ઉંચામાં ૨૩૭૯ થઈ ૨૩૭૩થી ૨૩૭૪ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક સોનુામાં નીચા મથાળે ફંડોની લેવાલી વધ્યાના વાવડ હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૭.૫૪ થી ૨૭.૫૫ વાળા ઉંચામાં ૨૮.૦૭ થઈ ૨૭.૭૬થી ૨૭.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૩૧થી ૯૩૨ વાળા નીચામાં ૯૨૮ તથા ઉંચામાં ૯૪૩ થઈ ૯૩૨થી ૯૩૩ ડોલર રહ્યા હતા.  

પેલેડીયમના ભાવ ઔેેશદીઠ ૯૦૬થી ૯૦૭ વાળા નીચામાં ૯૦૦ તથા ઉંચામાં ૯૧૨ થઈ ૯૦૨થી ૯૦૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૩ ટકા નરમ રહ્યા હતા.  દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૦.૭૨ વાળા ઉંચામાં ૮૨.૭૧ થઈ ૮૧.૯૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૬.૬૭ વાળા ઉંચામાં ૭૮.૬૦ થઈ ૭૭.૯૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૦ લાખ ૫૦ હજાર બેરલ્સ ઘટવાની અપેક્ષા હતી પરંતુ તેના બદલે ત્યાં સ્ટોકમાં  ૩૭ લાખ ૪૧ હજાર બેરલ્સનો ઘટાડો થયો હતો. 

યુએસએનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું. જોકે ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી રહી હતી, દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૭૯૫૪ વાળા ઘટી ૬૭૭૪૬ થઈ રૂ.૬૭૮૫૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૮૨૨૭ વાળા નીચામાં રૂ.૬૮૦૬૯ થઈ રૂ.૬૮૧૩૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૧૪૭૪ વાળા રૂ.૮૧૨૭૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

bullion

Google NewsGoogle News