એક જમાનાના 12000 કરોડના માલિક, આજે રહે છે ભાડાના મકાનમાં, જુઓ આ ઉદ્યોગપતિની હાલત
હાલમાં મોટી ઉંચાઈઓ જોનાર સો વર્ષ જૂની કંપની રેમન્ડ સમાચારોમાં છે
પિતા સાથે પ્રોપર્ટીને લઈને સમાચારોમાં રહેલા ગૌતમ સિંઘાનિયા આજે પોતાની પત્ની સાથેના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે
Who is Vijaypat Singhania? 'ધ કમ્પ્લીટ મેન' થી 'ફીલ્સ લાઈક હેવન'ના આધારે દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવનાર કંપની રેમન્ડ આજે ફરી ચર્ચામાં છે. ધાબળા વેચતી નાની ફેક્ટરીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનાર, રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયા આજે ભાડાના મકાનમાં જીવન વિતાવી રહ્યા છે. એક સમયે તેમની પાસે અંબાણી કરતા પણ વધુ સંપત્તિ હતી. એક સમયે 12,000 કરોડની સંપત્તિના માલિક વિજયપત સિંઘાનિયાએ પોતાની તમામ સંપત્તિ પુત્રને સોંપીને સૌથી મોટી ભૂલ કરી છે.
ધાબળા વેચતી ફેક્ટરીને બનાવી રેમન્ડ જેવી બ્રાન્ડ
રેમન્ડે સો વર્ષ પહેલાં મુંબઈથી પોતાની સફર શરૂ કરી હતી. વર્ષ 1900માં મહારાષ્ટ્રના થાણેમાં એક વૂલન મિલ હતી, જ્યાં ધાબળા બનાવવામાં આવતા હતા. બાદમાં ત્યાં સેનાના જવાનો માટે યુનિફોર્મ તૈયાર થવા લાગ્યા. વર્ષ 1925માં મુંબઈના એક વેપારીએ આ મિલ ખરીદી હતી, પરંતુ થોડા વર્ષો પછી વર્ષ 1940માં કૈલાશપત સિંઘાનિયાએ તેમની પાસેથી આ મિલ ખરીદી. તેમણે મિલનું નામ વાડિયા મિલથી બદલીને રેમન્ડ મિલ કર્યું. રાજસ્થાનથી કાનપુર સ્થળાંતર કરીને આવેલા સિંઘાનિયા પરિવાર કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ મિલ્સ કંપની ચલાવતા હતા.
આવી રીતે બન્યું રેમન્ડ- ધ કમ્પ્લીટ મેન
કૈલાશપત સિંઘાનિયાએ ફેબ્રિક પર ફોકસ કરીને સસ્તા કપડા બનાવવાની શરૂઆત કરી. 1958માં મુંબઈમાં સૌથી પહેલો રેમન્ડનો શોરૂમ બન્યો. 1960માં વિદેશથી મશીન ઈમ્પોર્ટ કરીને તેમાંથી કપડા બનાવવાની શરૂઆત કરી. 1980માં વિજયપત સિંઘાનિયાને રેમન્ડની જવાબદારી સોપવામાં આવી. 1986માં સિંઘાનિયાએ ફેબ્રિક બિઝનેસની સાથે સાથે પરફ્યુમ બ્રાન્ડ પાર્ક એવન્યુની શરૂઆત કરી. તેમણે દેશમાં તેમજ વિદેશમાં વિસ્તાર કરવા પર ફોકસ કર્યું. વર્ષ 1990માં વિજયપત સિંઘાનિયાએ ભારતની બહાર પહેલો શોરૂમ ખોલ્યો હતો.
પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગાડવા લાગ્યા
2015માં વિજયપત સિંઘાનિયાએ રેમન્ડની કમાન તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાને સોંપી હતી. તેણે તેના તમામ શેર તેના પુત્રના નામે ટ્રાન્સફર કરી દીધા. તે સમયે તે શેરની કિંમત 1000 કરોડ રૂપિયા હતી. ગૌતમે કંપનીનો ચાર્જ સંભાળતાની સાથે જ પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા. બંને વચ્ચે ફ્લેટને લઈને એટલો વિવાદ થયો કે મામલો કોર્ટમાં પહોંચ્યો અને ગૌતમે પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા. વિજયપત સિંઘાનિયાએ મુંબઈના એક પોશ વિસ્તારમાં જેકે હાઉસ નામનું આલિશાન ઘર બનાવ્યું હતું, પરંતુ તેમના પુત્રએ તેમને તે ઘરમાંથી બહાર કાઢીને ભાડાના મકાનમાં રહેવા દબાણ કર્યું હતું.
12000 કરોડની સંપતિના માલિક ભાડાના મકાનમાં રહેવા મજબુર
મુંબઈમાં 6000 કરોડના jk houseમાં રહેતા અને jk house દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. તેમાં રહેતા વિજયપત સિંઘાનિયાની જિંદગી એટલી બદલી ગઈ છે કે તેઓ હાલ તેઓ ભાડાના મકાનમાં રહેવા મજબુર છે. રેમન્ડના ફાઉન્ડર વિજયપત સિંઘાનિયાનું માનવું છે કે તેમની સૌથી મોટી ભૂલ એ હતું કે તેમણે પોતાની તમામ મિલકત અને સમગ્ર બિઝનેસ તેમના પુત્રને સોંપી દીધો. 12,000 કરોડ રૂપિયાની કંપનીના એક સમયે માલિક આજે સાઉથ બોમ્બેની ગ્રાન્ડ પારડી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. પુત્રએ તેની પાસેથી કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધો હતો.
વિજયપત સિંઘાનિયાએ સંતાનોના માતા-પિતાને આપી સલાહ
ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીના તલાક બાબતે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ તેમની પુત્રવધૂનું સમર્થન કર્યું છે. વિજયપત સિંઘાનિયા પોતાની આવી હાલતનો જવાબદાર પોતાના પુત્રને માને છે. વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે, તેમણે તેમના પુત્રને બધું જ સોંપીને મોથી ભૂલ કરી છે. પણ સદનસીબે તેમની પાસે થોડી બચત હોવાથી તેમનું ગુજરાન ચાલે છે નહીતર તેઓ રસ્તા પર આવી ગયા હોત. તેમણે સલાહ આપતા કહ્યું કે પોતે પુત્રને બધી સંપતિ આપીને ભૂલ કરી. માતા-પિતાએ તેમની બધી સંપતિ તેમના સંતાનોને સોપતી વખતે સાવધાની રાખવી જોઈએ.