9,99,999 કિલોમીટર ફેરવી નાખી કાર, ગ્રાહકે કરી એવી માગ કે કંપની માથું ખંજવાળતી થઈ ગઈ!
Image: Wikipedia
Honda Accord Car: કોઈ કારમાં આવતી તકનીકી ખરાબી વિશે તમે અત્યાર સુધી ઘણી વખત વાંચ્યુ અને સાંભળ્યુ હશે. જે બાદ લોકો કાર કંપનીઓને પાર્ટ્સ બદલવા કે રિપેરિંગની ડિમાન્ડ કરતાં રહે છે પરંતુ તાજેતરમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. કેનેડાના રહેવાસી ભારતીય અરુણ ઘોષ Honda Accord સેડાન કારના માલિક છે અને હવે તેમની કારનું ઓડોમીટર કામ કરી રહ્યું નથી, જેને લઈને તેમણે કાર કંપનીથી એક ખાસ ડિમાન્ડ કરી છે.
ઘોષે પોતાની કારથી 9,99,999 કિમી સુધીની સફર પૂરી કરી દીધી છે અને હવે તેમનું ઓડોમીટર આગળના નંબર્સ દર્શાવી રહ્યું નથી. આ વાતથી પરેશાન ઘોષે કાર કંપનીથી એક સ્પેશિયલ ઓડોમીટરની માગ કરી છે. ઘોષ હોન્ડાથી કસ્ટમાઈઝ્ડ 7 અંકોવાળા ઓડોમીટરની માગ કરી રહ્યાં છે જેથી તે ભવિષ્યમાં પોતાની મનપસંદ કારની ડ્રાઈવિંગ રેકોર્ડ્સ રાખી શકે.
રિપોર્ટ્સ અનુસાર મૂળ કેરળના રહેવાસી ઘોષ વર્ષ 2017માં કેનેડા ગયા હતા. જ્યાં તેમણે પોતાની ડ્રીમ કાર Honda Accord ખરીદી હતી. તેમને કાર ડ્રાઈવિંગનો ખૂબ શોખ છે. જ્યારે તેમની કારે 5 લાખ કિમીની સફર પૂરી કરી તો તેમના એક મિત્રએ તેમને 10 લાખ કિમી પૂરા કરવા માટે પ્રેરિત કર્યાં. 30 જુલાઈ 2024એ જ્યારે તેમની કાર 10 લાખ કિમી પૂરું કરવાથી 100 કિમી દૂર હતી તો તેઓ ખૂબ ખુશ હતાં.
જે બાદ તેઓ પોતાના મિત્રની સાથે એક ડ્રાઈવ પર ગયા જેથી 1 મિલિયન કિમીના ટાર્ગેટને પૂરો કરી શકાય પરંતુ સફર પૂરો થવા દરમિયાન કારનું ઓડોમીટર 9,99,999 કિમી પર આવીને રોકાઈ ગઈ કેમ કે તેમાં 7 આંકડાને દર્શાવવાની વ્યવસ્થા નહોતી. મીડિયાને આપેલા પોતાના સ્ટેટમેન્ટમાં ઘોષ કહે છે કે 'તેમને આશા હતી કે તેમની કાર ઓડોમીટર પર 10,00,000 કિમી બતાવશે, પરંતુ ઓડોમીટરમાં 7 ડિજિટની વ્યવસ્થાન હોવાના કારણે આવું થઈ શક્યુ નહીં.'
ડીલરશિપ પણ હેરાન
ઘોષે પોતાના લોકલ હોન્ડા ડીલરશિપથી સંપર્ક કર્યો છે જેથી કસ્ટમાઈઝ્ડ ઓડોમીટરને કારમાં લગાવવામાં આવી શકે. સેન્ટ કેથરીન્સ, ઓંટારિયોમાં હોન્ડા ડીલરશિપના ડાયરેક્ટર શમીલ બેચરભાઈ કારનું ઓડોમીટર જોઈને ચોંકી ગયા. શમીલે કહ્યું કે 'પોતાના 20 વર્ષના બિઝનેસમાં આટલું વધું અંતર કાપનારી કાર જોઈ નથી. આ પહેલા જે કાર તેમની જાણકારીમાં સૌથી વધુ ચાલી હતી તેણે લગભગ 5,50,000 કિમીની સફર કરી હતી.' હાલ ડીલરશિપ પણ ઘોષની સમસ્યાનું સમાધાન શોધવામાં કાર્યરત છે.